તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કર્ણાટકના ડૉ. ઓમનાકુટ્ટીને સ્વાતિ સંગીથા પુરસ્કારમ 2020 મળ્યો, આ પુરસ્કાર મેળવનાર તેઓ બીજી મહિલા

2 દિવસ પહેલા
  • કેરળમાં સંગીત ક્ષેત્રમાં અપાતો આ સર્વ શ્રેષ્ઠ પુરસ્કાર છે
  • તેઓ યુનિવર્સિટી ઓફ કેરળના સંગીત વિભાગના અધ્યક્ષ છે
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

કર્ણાટકની મહાન ગાયિકા ડૉક્ટર કે. ઓમનાકુટ્ટીને સ્વાતિ સંગીથા પુરસ્કારમ 2020થી સન્માનિત કરાયા છે. કેરળમાં સંગીત ક્ષેત્રમાં અપાતો આ સર્વ શ્રેષ્ઠ પુરસ્કાર છે. એક સંગીતકાર તરીકે પોતાનું યોગદાન આપવા માટે તેમને સન્માન તરીકે એક સર્ટિફિકેટ અને 20 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી છે.

ઓમનાકુટ્ટી કર્ણાટકની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સારી ઓળખ ધરાવે છે. તેમણે કથકલી મ્યુઝિકથી PhD કરેલું છે. તેઓ યુનિવર્સિટી ઓફ કેરળના સંગીત વિભાગના અધ્યક્ષ છે. કેરળના સંસ્કૃતિ વિભાગ મંત્રી એ કે બાલને તેમને આ પુરસ્કાર આપ્યો છે.

ઓમનાકુટ્ટીની ફેમિલી સંગીત ક્ષેત્રે સંકળાયેલી

હાલ ઓમનાકુટ્ટી ડિસીઝ મેનેજમેન્ટ પર રિસર્ચ કરી રહ્યા છે. તેઓ પંકજ કસ્થુરી આયુર્વેદિક મેડિકલ કોલેજમાં મ્યુઝિક થેરપી ડિપાર્ટમેન્ટમાં સીનિયર મોસ્ટ ફેકલ્ટી તરીકે કામ કરી ચૂક્યા છે. તેમના મોટા ભાઈ એમ. જી રાધાકૃષ્નન મલ્યાલમ મૂવી ઈન્ડસ્ટ્રીમાં મ્યુઝિક ડાયેરક્ટર છે અને નાના ભાઈ એમ. જી. શ્રીકુમાર પ્લેબેક સિંગર છે. ડૉ. ઓમાનકુટ્ટીનો જન્મ 1943માં કેરળમાં થયો હતો. તેઓ મ્યુઝિશિયન ફેમિલીમાં જ જન્મ્યા હતા.

પુરસ્કારનું નામ રાજા પર
કેરળમાં સ્વાતિ સંગીતા પુરસ્કારમની શરૂઆત કેરળ સરકાર દ્વારા 1997માં કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ ત્રાવણકોરના મહારાજા સ્વાતિ તિરુનાલ રામ વર્મા પર રાખવામાં આવ્યું છે. તેઓ એક મહાન સંગીતકાર હતા. આજે પણ ત્રાવણકોરમાં તેમની યાદમાં 10 દિવસના મ્યુઝિક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં માત્ર 2 જ મહિલાઓને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. ઓમનાકુટ્ટી આ પુરસ્કાર મેળવનાર બીજી મહિલા છે આ પહેલાં 1999માં દમલ કૃષ્ણાસ્વામી પટ્ટામલને આ સન્માન મળ્યું હતું.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...