દુર્લભ ટ્યુમર:14 વર્ષના બાળકના નાકમાંથી એક દુર્લભ ટ્યુમર કાઢવામાં આવ્યું, તે કેન્સરમાં ફેરવાઈ જાય તેનું જોખમ હતું; 50 હજારમાંથી એક આવો કેસ હોય છે
- ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, ટ્યુમરના કારણે દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી
- સર્જનોની ટીમે ચીરો પાડ્યા વગર એન્ડોસ્કોપી સર્જરી દ્વારા ટ્યુમર બહાર કાઢ્યું
એક 14 વર્ષના બાળકના નાકમાંથી એન્ડોસ્કોપી દ્વારા એક દુર્લભ ટ્યુમર કાઢવામાં આવ્યું છે. ટ્યુમરના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી. સર્જરી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં કરવામાં આવી. ઈએનટી સર્જન ડૉ. નૂર ઈલ દિન મલિકના જણાવ્યા પ્રમાણે, દર્દીના નાકમાં જુવેનાઈલ એન્જિયોફાઈબ્રોમા નામનું ટ્યુમર હતું. સમયસર જો આવા ટ્યુમરની સારવાર કરવામાં ન આવે તો તે કેન્સરમાં ફેરવાઈ શકે છે.
શું છે જુવેનાઈલ એન્જિયોફાઈબ્રોમા ટ્યુમર
કિશોરવયના છોકરાઓમાં જોવા મળતી જુવેનાઈલ એન્જિયોફાઈબ્રોમા એક દુર્લભ બિનાયન ટ્યુમર હોય છે. તે નાકમાં થતું જોખમી ટ્યુમર છે. તેને કાઢવામાં ઘણી મુશ્કેલી થાય છે. તેના બે કારણો છે. પહેલું ટ્યુમરનું લોકેશન, બીજું સર્જરી દરમિયાન અતિશય રક્તસ્રાવથી જોખમ રહે છે. માથા અને ગરદના કેન્સરના 0.05% કેસ એન્જિયોફાઈબ્રોમાના હોય છે.
ટ્યુમરને ભાગોમાં વહેંચીને કાઢવામાં આવી
ડૉ. નૂરના જણાવ્યા પ્રમાણે, ટ્યુમરના કારણે દર્દીના નાકની ડાબી બાજુ શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો તો તે મુશ્કેલીથી શ્વાલ લઈ શકતો હતો. ટ્યુમર નાકમાં એવી જગ્યાએ હતું, જ્યાં સર્જરી કરવામાં ઘણી મુશ્કેલી આવી હતી. તે માટે ડૉક્ટર્સની ટીમે ટ્યુમરને ભાગમાં વહેંચી દીધું. ત્યારબાદ ચીરો પાડ્યા વગર એન્ડોસ્કોપીની મદદથી ટ્યુમર બહાર કાઢવામાં આવ્યું.
50 હજારમાં એક આવો કેસ
સર્જરી કરનાર ડૉ. નૂરના જણાવ્યા પ્રમાણે, દર્દીના નાકમાં દુર્લભ પ્રકારનું ટ્યુમર હતું. આવા ટ્યુમર 50 હજારમાંથી એક વ્યક્તિમાં જોવા મળે છે. આ પ્રકાના ટ્યુમર કિશોરવયના છોકરાઓમાં હોય છે. તેનું કારણ મેલ હોર્મોન્સ હોય છે.