મંગળ પર એંજલ:એલન મસ્કની ગર્લફ્રેન્ડની ડિજિટલ કલાકૃતિ માત્ર 20 મિનિટમાં વેચાઈ, 42 કરોડ મળ્યા
- ગ્રિમ્સના દરેક આર્ટવર્કને નોન ફંજિબલ ટોકંસ (NFT) તરીકે વેચવામાં આવ્યું છે
- આ ડિજિટલ આર્ટવર્કમાં એક બાળક બેઠું છે, જે મંગળ ગ્રહની રખેવાળી કરતો દેખાય છે.
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કની ગર્લફ્રેન્ડ અને સિંગર ગ્રિમ્સે એના ડિજિટલ આર્ટ કલેક્શનની હરાજી કરી છે. ઓનલાઈન હરાજીમાં આખું ક્લેક્શન માત્ર 20 મિનિટમાં વેચાયું હતું. આ કલેક્શનની ગ્રિમ્સને 5.8 મિલિયન ડોલર્સ એટલે કે ભારતીય કરન્સીમાં 42.40 કરોડ કિંમત મળી છે. ગ્રિમ્સે આ કલેક્શનને વોરનિમ્ફ નામ આપ્યું છે. આ ડિજિટલ આર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક એંજલ બાળક મંગળગ્રહની રક્ષા કરે છે.
ગ્રિમ્સના દરેક આર્ટવર્કને નોન ફંજિબલ ટોકંસ (NFT) તરીકે વેચવામાં આવ્યું છે. આ એવું ઓક્શન પ્લેટફોર્મ છે, જેમાં બિટકોઈન જેવી બીજી એસેટ પણ વેચવામાં આવે છે. ગ્રિમ્સે બ્લોક પર 10 આકૃતિઓની 20 મિનિટમાં હરાજી કરી હતી અને એની 42.40 કરોડની કિંમત મેળવી હતી. ત્યાર પછી તેમણે ટ્વીટ કરીને આ વિશેની માહિતી આપી હતી.
આ ડિજિટલ આર્ટવર્કમાં એક બાળક બેઠું છે, જે મંગળ ગ્રહની રખેવાળી કરતો દેખાય છે. આ ડિજિટલ આર્ટની તસવીર વિશેષ ધ્યાન આકર્ષિત કરે તેવી છે. એને માત્ર 10 મિનિટમાં 3 લાખ ડોલર્સ એટલે કે 2.19 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. જ્યારે ન્યૂ બોર્ન 2 NFTને 2.5 મિલિયન ડોલર્સ એટલે કે 18.28 કરોડ રૂપિયામાં રી-લિસ્ટ કરવામાં આવી છે.
ઓનલાઈન થયેલી આ હરાજીમાં ડિજિટલ આર્ટવર્ક જોઈને લોકોએ અંદાજ લગાડ્યો કે આ કલાકૃતિમાં દર્શાવવામાં આવેલું બાળક એલન મસ્ક અને ગ્રિમ્સનું છે. જોકે ત્યાર પછી ગ્રિમ્સે સ્પષ્ટતા કરી છે કે આ નિયો-જેનેસિસની દેવી છે.
ગ્રિમ્સે નિફ્ટી ગેટવે પ્લેટફોર્મ પર NFTના માધ્યમથી આપ્ટ તસવીરો વેચી છે. આ સમગ્ર કલેક્શનમાં ગ્રિમ્સે તેના ભાઈ મેક સાથે કામ કર્યું છે. ગ્રિમ્સનો ભાઈ મેક પહેલાં જ ઘણા પ્રોજેક્ટમાં પાર્ટનર રહી ચૂક્યો છે.
અન્ય કલાકૃતિમાં સ્પેસમાં એક બાળકની પાંખ લગાવેલી તસવીર પણ સામેલ છે. અમુકને ગ્રિમ્સે તેના નવા મ્યુઝિક આલ્બમ માટે પણ રાખી હતી, જેમ કે અર્થના ટુકડાઓમાં ગ્રિમ્સે તેમના નવા સોંગ rythe, માર્સના ટુકડામાં માર્સ થીમ અને ડેથ ઓફ ઓલ્ડમાં એનહેડોનિયાને દર્શાવવામાં આવ્યા છે. વોરનિમ્ફને ઈનફિનિટ ઈન્ફેસના રુપમાં દર્શાવવામાં આવ્યું છે, જ્યાં તે ભ્રષ્ટાચાર સાથે સંઘર્ષ કરે છે.
ગ્રિમ્સે કહ્યું હતું કે તે NFT સંગ્રહ માટે ઓથ 3rkin નામનું મિથિકલ યુનિવર્સ ક્રિએટ કરવા માગે છે. તે પોતાની કમાણીનો અમુક હિસ્સો કાર્હન નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશનમાં આપવા માગે છે, જે કાર્બનને ઓછું કરવાનું કામ કરે છે.
ગ્રિમ્સની ડેથ ઓફ ઓલ્ડની છેલ્લી તસવીર 4,00,000 ડોલર્સ એટલે કે 2.92 કરોડમાં હરાજી થઈ હતી. ગ્રિમ્સની સાથે સાથે ઘણા આર્ટિસ્ટે પણ NFTમાં હરાજી કરી છે. ફેબ્રુઆરીમાં ડિજિટલ કોમિક આર્ટિસ્ટ ક્રિસે નિયોન કેટને અંદાજે 6 લાખ ડોલર્સમાં એટલે કે 4.38 કરોડમાં હરાજી કરી હતી.