તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં કોરોના:WHOએ કહ્યું- આ વર્ષે કોરોના મહામારી સમાપ્ત નહીં થાય, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ

ન્યૂયોર્ક3 દિવસ પહેલા
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું હતું કે વિશ્વને આ વર્ષમાં કોરોના મહામારીમાંથી છુટકારો મળશે નહીં. WHOના ઈમર્જન્સી ડાયરેક્ટર માઈકલ રેયાને સોમવારે ચેતવણી આપતાં કહ્યું હતું કે એ વિચારવું ખોટું છે કે આ વર્ષમાં કોરોના સામેની લડાઈમાં જીત મળી જશે, પરંતુ હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓ અને મોતને ઓછાં કરીને આ મહામારીથી બહાર આવી શકાશે. તેમણે કહ્યું હતું કે ગત સપ્તાહમાં વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા છે. એના પરથી આપણે શીખવાની જરૂર છે.

આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ
બીજી તરફ, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. WHOએ જણાવ્યું હતું કે પશ્ચિમ આફ્રિકી દેશ ઘાના અને કોટ-ડિવોયમાં લોકોને રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. ગત સપ્તાહમાં આ બન્ને દેશોમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ વેક્સિન પહોંચાડી છે. ઘાનાને 24 ફેબ્રુઆરીએ 6 લાખ વેક્સિનના ડોઝ અને એના બે દિવસ પછી કોટ-ડિવોયને 5 લાખ ડોઝ મળ્યા હતા.

કોરોનાના કેસ વધવા ચિંતાનો વિષય: ગેબ્રેસિએસ
WHO ચીફ ટ્રેડોસ ગેબ્રેસિએસે કહ્યું હતું કે ગત સપ્તાહે યુરોપ, અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં કેસ વધ્યા છે. આવું ગત 7 સપ્તાહમાં પ્રથમવાર બન્યું છે. આ ઘણું નિરાશાજનક છે. એનું મોટું કારણ ઘણા દેશોમાં છૂટછાટ અપાઈ છે. લોકો લાપરવાહી રાખી રહ્યા છે, જેનાથી કોરોના વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

વિશ્વભરમાં કુલ દર્દી 11.49 કરોડથી વધારે
વિશ્વભરમાં કોરોના દર્દીઓનો આંકડો 11.49 કરોડને પાર કરી ગયો છે. 9 કરોડ 6 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અત્યારસુધીમાં 25 લાખ 49 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબ છે.

નેપાળના આર્મી ચીફે ભારતમાં બનેલી વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
નેપાળના ચીફ આર્મી સ્ટાફ પૂર્ણ ચંદ્ર થાપાએ સોમવારે ભારતમાં બનેલી કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. ગત મહિનામાં ભારત તરફથી 10 લખ ડોઝ નેપાળ મોકલાયા હતા.

અમેરિકાએ શનિવારે જોહન્સન એન્ડ જોહન્સનની કોરોના વેક્સિન જેનસેનને ઈમર્જન્સી એપ્રૂવલ આપ્યું છે.

અમેરિકામાં જૂન સુધીમાં 10 કરોડ ડોઝ મળશે
અમેરિકાને ઈમર્જન્સી યુઝને એપ્રૂવલ મેળવનાર ત્રીજી વેક્સિન જેનસેનના માર્ચ સુધીમાં 2 કરોડ ડોઝ મળશે. આ વેક્સિન બનાવનાર કંપની જોહન્સન એન્ડ જોહન્સનનું કહેવું છે કે આ સંખ્યા જૂન સુધીમાં 10 કરોડ થશે. આ સિંગલ શોટ વેક્સિન છે.

સંક્રમિત ટોપ 10 દેશોની યાદી

દેશ

સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 29,314,254 527,226 19,817,532
ભારત 11,123,619 157,275 10,796,558
બ્રાઝિલ 10,589,608 255,836 9,457,100
રશિયા 4,257,650 86,455 3,823,074
UK 4,182,009 122,953 2,959,884
ફ્રાન્સ 3,760,671 86,803 258,384
સ્પેન 3,204,531 69,609 2,722,304
ઈટાલી 2,938,371 97,945 2,416,093
તુર્કી 2,711,479 28,638 2,578,181
જર્મની 2,455,569 70,924 2,255,500

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબ છે)

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...