Dainik Bhaskar Brings you the latest Hindi News

ભેજાબાજ ખેડૂતે કોઠાસૂઝથી બાઈકને બનાવી દીધુ ટ્રેક્ટર, નજીવા ખર્ચે કરે છે ખેતી

કેટલાક ખેડૂતોની કોઠાસૂઝ ભલભલાં એન્જિનિયર્સને માથાં ખંજવાળતા કરી દે તેવી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં કોઈ ખેડૂતે બાઈકમાંથી ટ્રેક્ટર બનાવ્યું છે. બાઈકમાંથી બનાવેલા ટ્રેક્ટરથી તે ખેતી કરી રહ્યો છે. ખેડૂતે પોતાનું ભેજું લગાવીને બાઈકનું પાછળનું વ્હીલ કાઢી તેની જગ્યાએ બે વ્હીલ લગાવી દીધા છે. આ બન્ને વ્હીલ જોડીને તેની પાછળ સાંતી જોડી દીધું છે. વળી પાછળની બ્રેક બાજુ એટલે કે, જમણા પગ તરફ એક સળિયો મૂક્યો છે. તેના પર પગ મૂકતા સાંતી ઊંચું-નીચું થઈ શકે છે. આ પ્રકારને ટ્રેક્ટરની સામે બહુ નજીવા ખર્ચે ખેતી કરી શકાય છે. મહત્વની વાત એ છે કે, પિયત કરેલા ખેતરમાં એટલે કે, ભીની માટીમાં પણ થોડી વારમાં જ ખેતી કરી શકાય છે.

  • 21K
  • 1 week ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING