Dainik Bhaskar Brings you the latest Hindi News

તેલંગાણાઃ મંદિરથી પરત ફરી રહેલી બસ ખીણમાં પડી, મહિલાઓ અને બાળકો સહિત 45નાં મોત

હૈદરાબાદઃ તેલંગાના જિલ્લાના કોંડાગટ્ટુની પાસે ઘાટરોડ પર એક RTC બસ પલટી જતાં ઓછામાં ઓછા 45 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે લગભગ 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 20 મહિલાઓ અને 7 બાળકો સામેલ છે. દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જગત્યિાલના એસપી સિંધુ શર્માએ કહ્યું કે, 45 લોકોનાં મોત નિપજ્યાં છે. ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે.

  • 4K
  • 2 weeks ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING