Dainik Bhaskar Brings you the latest Hindi News

ગુજરાતમાં નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, રાજ્ય સરકાર વેટ ઘટાડવા નથી તૈયાર

અમદાવાદઃ હાલ દેશભરમાં પેટ્રોલ-ડીઝલ ભાવ ભડકે બળી રહ્યા છે. આ ભાવ વધારાને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,આપણે ઘણા સમય પહેલા પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો છે. તેમજ સમગ્ર દેશમાં ગુજરાતમાં જ પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા ટેક્સ છે, જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25 થી 30 ટકા ટેક્સ છે. હવે વેટમાં ઘટાડો કરવાની સંભાવના ખૂબ ઓછી છે. આમ તેમણે હાલ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો ન કરવાનો સંકેત આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર પ્રતિ વર્ષ સરેરાશ રૂા.12,000 કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા મેળવે છે.

  • 2K
  • 2 weeks ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING