Dainik Bhaskar Brings you the latest Hindi News

ટોલનાકે સર્જાયું મહાભારત, માર ખાધા બાદ કર્મચારીઓને દોડાવી દોડાવીને માર્યા

ઉત્તરપ્રદેશના મસૂરી થાણાના ડાસના ટોલનાકે થયેલા હંગામાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં કેટલાક વાહનચાલકોએ પૈસા નહીં ભરવા મુદ્દે હંગામો કરતાં જ ટોલનાકાના સ્ટાફે તેમને ફટકાર્યા હતા. જો કે તે માર ખાનાર લોકો બાજુના જ ગામના હોવાથી એક ફોનમાં તો ત્યાં તેમની આખી ગેંગ ધસી આવી હતી. બાદમાં તો બંને ગ્રૂપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. લગભગ અડધો કલાક ચાલેલી આ મારામારી પોલીસે ત્યાં પહોંચીને શાંત કરાવી હતી. કોઈ ફરિયાદ ના થાય અને વાત વધુ આગળ ના વધે તે માટે પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

  • 22K
  • 1 week ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING