Dainik Bhaskar Brings you the latest Hindi News

ખમ્મા ગીરને......ગીર તો તમે જોયું હશે પણ આવું ગીર ક્યારેય નહીં જોયું હોય

ખમ્માં ગીર ને. ધીમે ધીમે આ નામ આજકાલ ગુજરાતીઓના હોઠે રમવા લાગ્યું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા ખમ્મા ગીર ને ટેગવાળા વીડિયોઝ જોઈ લોકો એવું પણ કહેતા થઈ ગયા છે કે, ગીર તો જોયું છે, પણ આવું ગીર તો ક્યારેય જોયું નથી. સાથે જ સૌને એક જ સવાલ એ પણ છે કે, ભાઈ આ ખમ્મા ગીર ને હકીકતમાં છે શું? તો અમે આપને જણાવી દઈએ કે, ખમ્મા ગીર ને એ ગુજરાતના હીર એવા ગીર પર બનેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ છે. મુંબઈમાં રહેતા ગુજરાતી એવા નરેન્દ્ર મોજિદ્રાએ આ ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. લગભગ 3 વર્ષ સુધી ગીરને ખુંદીને તેમણે 1400થી વધુ કલાકનું શૂટિંગ કર્યું છે. આ 1400 કલાકના શૂટિંગમાં તેમણે ગીરની એકેએક પળને કેમેરામાં કંડારી છે. જેના પરથી તેમણે સવા બે કલાકની ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. જેમાં ગીરના સાવજ, વન્યજીવો, માલધારીઓ અને પ્રકૃતિને આબેહુબ રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. વળી સિંહ, અભયારણ્ય અને પર્યાવરણના સંવર્ધન માટે થઈ રહેલા પ્રયત્નો યોગ્ય છે કે તંત્ર ઊણું ઊતરે છે તે પણ દર્શાવાયું છે. આ ઉપરાંત ગીરમાં રહેતા લોકોને રહેલા જોખમ અને તેમની મુશ્કેલીઓને પણ બતાવવાનો પ્રયાસ કરાયો છે. ખમ્મા ગીર ને ડૉક્યુમેન્ટરી ફિલ્મનું શૂટિંગ ગીર નેશનલ પાર્ક, ગીર અભયારણ્ય, ગીર ટૂરિસ્ટ ઝોન, ગ્રેટર ગીર અને જ્યાં-જ્યાં સિંહ પહોંચ્યા છે એ તમામ ગામડાંઓ અને જ્યાં-જ્યાં સિંહે લોકો પર હુમલાઓ કર્યા હોય એ દરેક જગ્યાએ કરવામાં આવ્યું છે. ડૉક્યુમેન્ટરી ફિલ્મને વધુ પ્રમાણભૂત બનાવવા માટે એક્સપર્ટ, સાયન્ટીસ્ટ, રિસર્ચસ, પોલિટિશિયન્સ, ઓફિસર્સ, ગ્રાઉન્ડ સ્ટાફ, રિપોર્ટર્સ, NGO, માલધારીઓ, ખેડૂતો, માફિયાઓ અને સિંહ સાથે સંકળાયેલા લગભગ તમામ લોકો સાથે વાત કરવામાં આવી છે. જરૂર પડ્યે ક્યાંક સ્ટિંગ ઓપરેશનનો પણ સહારો લેવાયો છે. ડૉક્યુમેન્ટરી ફિલ્મને વધુ મજેદાર બનાવવા તેમાં 6થી 7 જેટલા સોંગ મૂકવામાં આવ્યા છે, જેમાં આદિત્ય ગઢવી જેવા ફૉક સિંગરે અવાજ આપ્યો છે એટલું જ નહીં વચ્ચે વચ્ચે દુહા-છંદ અને માલધારીઓના પારંપરિક ગીતો પણ સાંભળવા મળશે. મહત્ત્વની વાત એ છે કે, આ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં કોઈ કલાકાર નથી, એટલે સુધી કે તેમાં બેકગ્રાઉન્ડ વોઈસ ઓવર પણ નથી. છતાં જે રીતે વીડિયો ટીઝર સામે આવી રહ્યા છે તે જોઈને સૌ કોઈ અભિભૂત થઈ રહ્યા છે. આ ડૉક્યુમેન્ટરી ફિલ્મના ડિરેક્ટર નરેન્દ્ર મોજિદ્રાના જણાવ્યા મુજબ ખમ્મા ગીર ને ડૉક્યુમેન્ટરી ફિલ્મનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે થોડા સમયમાં આ ડૉક્યુમેન્ટરીને જૂનાગઢ અને અમરેલી જિલ્લા સહિત રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોના કેટલાક થીયેટરમાં તેને રિલીઝ કરવાની તૈયારી છે.

  • 8K
  • 2 weeks ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING