Dainik Bhaskar Brings you the latest Hindi News

અમદાવાદમાં મીડિયાકર્મીઓ સાથે પોલીસના દુર્વ્યવહારના પગલે CM ના કાર્યક્રમનો ઓલ મીડિયા દ્વારા બહિષ્કાર

અમદાવાદઃ હોસ્પિટલમાં સારવાર કરાવીને પરત ફરતાં હાર્દિકનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે જેસીપી વિશ્વકર્મા દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. સાથે પોલીસકર્મીઓએ મીડિયાના કેમેરા છીનવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેને લઈને સોમવારના રોજ ઓલ મીડિયા દ્વારા CM રૂપાણીના કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. વિજય રૂપાણી સોમવારે ગુજરાત ઔદ્યોગિક હેકેથન 2016 નું ઉદ્ઘાટન અને સમર ચેલેન્જ 2018 ના વિજેતાઓ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એવોર્ડ્સ માટે પુરસ્કાર વિતરણ કાર્યક્રમ માટે અમદાવાદ આવવાના છે. ગુજરાત યુનિ. કન્વેન્શન એન્ડ એકિઝબિશન સેન્ટર ખાતે સીએમ રૂપાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

  • 2 weeks ago

Dainik Bhaskar Brings you the latest Hindi News

TRENDING