તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિસ્ટર પરફેક્શનિસ્ટનો મોટો નિર્ણય:આમિર ખાન હવે 'મહાભારત' નહીં બનાવે, તેના કારણે ઓછામાં ઓછી 3 ફિલ્મો ગુમાવવાનો અંદેશ હતો

3 દિવસ પહેલા
આમિર ખાને 'મહાભારત' ન બનાવવાનો નિર્ણય કર્યો
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

છેલ્લા 5-6 વર્ષથી ચર્ચા થઈ રહી હતી કે આમિર ખાન 'મહાભારત' પર એક મોટી ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. ગત વર્ષે એવું કહેવામાં પણ આવ્યું હતું કે તે તેને મોટી સ્ક્રીન માટે નહીં બનાને, પરંતુ અમુક પાર્ટ્સમાં OTT પર લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ તાજા રિપોર્ટ્સના અનુસાર, તેણે તેને બનાવવાનો વિચાર સંપૂર્ણપણે છોડી દીધો છે. તેની પાછળ ઘણા કારણો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મહાકાવ્ય પર તેને ફિલ્મ બનાવવા માટે આ યોગ્ય સમય નથી લાગી રહ્યો.

તમામ પાસાઓને જોયા બાદ ફિલ્મ બંધ કરી
સ્પોટબોયે આમિરના નજીકના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, સારા અને ખરાબ તમામ પાસાઓને જોયા બાદ આમિર ખાને 'મહાભારત' ન બનાવવાનો નિર્ણય કર્યો છે. કોઈના માટે તે સમજ્યા વિચાર્યા વગર વિવાદાસ્પદ થઈ શકે છે. તેના કરતા પણ જરૂરી વાત એ છે કે, જે રીતે તેઓ તેને બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા, તે વ્યાવસાયિક રીતે વ્યાવહારિક નથી. આ બધાથી અલગ મહાભારતને 5 કિંમતી વર્ષો આપવાનો અર્થ હતો કે ઓછામાં ઓછી ત્રણ ફિચર ફિલ્મ ગુમાવવાનો હતો, તેથી 'મહાભારત' નહીં બનાવે.

શું કટ્ટરપંથીઓથી ડરીને પાછળ હટી ગયો આમિર?
રિપોર્ટ્સમાં આગળ લખ્યું છે કે, આમિરના આ પ્રોજેક્ટને લઈને અનેક વિવાદો થયા હતા. કટ્ટરપંથી સંગઠનોએ મહાકાવ્ય પર ફિલ્મ બનાવવા માટે આમિરના અધિકારને પડકાર આપ્યો હતો. તેથી તેને લાગે છે કે તેને બનાવવો આ યોગ્ય સમય નથી. સંપૂર્ણ બાબતમાં આમિરની તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ હજી સુધી કરવામાં નથી આવી.

અત્યારે 'લાલ સિંહ ચઢ્ઢા'માં આમિર વ્યસ્ત છે
આમિર ખાન અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને પૂરી કરવામાં વ્યસ્ત છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશેનમાં બની રહેલીઆ ફિલ્મમાં તેની સાથે કરિના કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. 1994માં આવેલી સુપરહિટ હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગંપ' ની આ હિન્દી રિમેકથી આમિર બે વર્ષ પછી પડદા પર વાપસી કરશે. અગાઉ 2018માં રિલીઝ થેયલી 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'માં તે જોવા મળ્યો હતો.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...