પંચાંગ:27 ઓગસ્ટ સુધી શ્રાવણ મહિનો રહેશે, આ દિવસોમાં રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી જેવા મોટા પર્વ ઉજવાશે
10 મહિનો પહેલા
Loading advertisement...
આજથી શ્રાવણ મહિનાનો વદ પક્ષ શરુ થઈ ગયો છે જે 27 ઓગસ્ટ સુધી રહેશે. શ્રાવણ મહિનાના વદ પક્ષમાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં જ કજ્જલી ત્રીજ, બોળચોથ, નાગપાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા પર્વ ઉજવાશે.
Loading advertisement...
16 ઓગસ્ટના રોજ નાગપાંચમ પર્વ ઉજવાશે. આ દિવસે જીવિત સાપની નહીં, નાગ પ્રતિમાની પૂજા કરવી
શ્રાવણ વદ પક્ષના વ્રત-તહેવાર
- કજ્જલી ત્રીજ (14 ઓગસ્ટ)- શ્રાવણ વદ પક્ષની ત્રીજ તિથિએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ અને યુવતીઓ દેવી પાર્વતીની પૂજા કરે છે.
- બોળચોથ (15 ઓગસ્ટ)- શ્રાવણ વદ પક્ષની ચોથને બોળચોથ કહેવામાં આવે છે. સંતાન પ્રાપ્તિની કામના અને તેમની લાંબી ઉંમર માટે આ વ્રત કરવામાં આવે છે.
- નાગપાંચમ (16 ઓગસ્ટ)- શ્રાવણ વદ પક્ષની પાંચમના દિવસે નાગપાંચમ ઊજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. ધ્યાન રાખવું કે જીવિત નાગની પૂજા કરવી નહીં.
- રાંધણ છઠ્ઠ અને સિંહ સક્રાંતિ (17 ઓગસ્ટ)- આ દિવસે વદ પક્ષની છઠ્ઠ હોવાથી શ્રીકૃષ્ણના ભાઈ બલરામનો જન્મ દિવસ ઉજવાશે. આ દિવસે સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી સંક્રાંતિ પર્વ પણ રહેશે.
- શીતળા સાતમ (18 ઓગસ્ટ)- શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનારે આખો દિવસ ટાઢું ખાવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. ધીનો દીવો કરી શીતળા માતાની પૂજા કરવી. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
- શ્રીકૃષ્ણ જન્માષ્ટમી (18-19 ઓગસ્ટ)- 18 તારીખે શૈવ અને તારીખે વૈષ્ણવ સંપ્રદાયના લોકો ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવશે.
- અજા એકાદશી (23 ઓગસ્ટ)- વદ પક્ષની આ એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અને શ્રદ્ધા પ્રમાણે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે.
- કુશગ્રહિણી અમાસ (27 ઓગસ્ટ)- શનિવારે અમાસ હોવાથી શનિશ્ચરી પર્વ ઉજવાશે. આ તિથિએ પિતૃ દેવતાઓ માટે ધૂપ-ધ્યાન કરવું જોઈએ. અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ.
Loading advertisement...