તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સવ:11 માર્ચે મહાશિવરાત્રિ; આ દિવસે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, બધી જ 12 રાશિઓ ઉપર બુધની અસર થશે

2 દિવસ પહેલા
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

ગુરુવાર, 11 માર્ચના રોજ મહાશિવરાત્રિનો પર્વ ઊજવવામાં આવશે. આ દિવસે શિવલિંગ દર્શન અને પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઇ શકે છે. માન્યતા છે કે પ્રાચીન સમયમાં આ તિથિએ દેવી પાર્વતી અને શિવજીના લગ્ન થયાં હતાં. એક અન્ય માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સામે શિવજી લિંગ સ્વરૂપમાં પ્રકટ થયાં હતાં.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ વખતે શિવરાત્રિએ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થઇ રહ્યું છે. બુધ 11 માર્ચના રોજ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શિવરાત્રિએ બધી જ રાશિના લોકોએ શિવપૂજા કરવી જોઇએ. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું અને ઓમ સાંબ સદાશિવાય નમઃ મંત્રનો જાપ કરવો. શિવલિંગ ઉપર બીલીપાન અને ધતૂરો પણ ચઢાવવો જોઇએ. ધૂપ-દીપ પ્રગટાવીને મંત્ર જાપ કરવા જોઇએ.

બધી જ બારેય રાશિ ઉપર બુધની અસર કેવી થશે તે જાણોઃ-

મેષઃ- આ રાશિના લોકો માટે બુધ લાભદાયક રહી શકે છે. શિક્ષણ અને બુદ્ધિના કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

બુધઃ- તમારા માટે બુધ શુભ રહેશે. મોટા કાર્યોમાં ભાગ્યનો સાથ મળી શકશે. જૂના અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે.

મિથુનઃ- આ લોકોને બુધના કારણે સફળતા અને સન્માન મળી શકે છે. દૈનિક કાર્યોમાં વધારો થઇ શકે છે, પરંતુ ભવિષ્યમાં આ કાર્યોથી લાભ મળશે.

કર્કઃ- તમારા માટે ચિંતાજનક સમય રહી શકે છે. ભય રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન વધારે રાખવું પડશે. સિઝનલ બીમારીઓ થઇ શકે છે. બેદરકારી ન કરો.

સિંહઃ- આ લોકોનું લગ્નજીવન સારું રહેશે. કુંવારા લોકોના લવ મેરેજ થઇ શકે છે. લગ્ન યોગ્ય લોકોના લગ્નમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે.

કન્યાઃ- આ રાશિના લોકો માટે બુધ લાભની સ્થિતિ બનાવશે. જૂની બીમારીઓ ઠીક થવા લાગશે. આસપાસના દુશ્મનોથી સાવધાન રહેવું. સમજી-વિચારીને કામ કરશો તો સારું રહેશે.

તુલાઃ- આ રાશિના લોકો માટે બુધ સુખ-શાંતિ વધારશે. નોકરી અને વ્યવસાયમાં બુધના કારણે નફો મળી શકે છે. મિત્રો પાસેથી મદદ મળશે.

વૃશ્ચિકઃ- આ લોકો માતાનો આશીર્વાદ લઇને કામની શરૂઆત કરે. સફળતા મળવાની શક્યતા વધશે. કામ વધશે, પરંતુ તમારા માટે ફાયદાકારક રહેશે.

ધનઃ- મિત્રો પાસેથી અને ભાઈ-બહેનો પાસેથી મદદ મળશે, આ મદદથી કોઇ મોટું કામ પૂર્ણ થઇ શકે છે. પરફોર્મન્સ સારું રહેશે. કામ સમયે પૂર્ણ થઇ શકે છે.

મકરઃ- આ રાશિના લોકો માટે બુધ સફળતા આપનાર રહેશે. ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

કુંભઃ- આ લોકો માટે કિસ્મત પક્ષમાં રહી શકે છે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. વિઘ્નો દૂર થવા લાગશે.

મીનઃ- ખર્ચ વધારે રહી શકે છે. સમજી-વિચારીને ખર્ચ કરો. વિચાર્યા વિના કામ કરશો તો હાનિ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખવું.

Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...