શેરબજાર:સેન્સેક્સ 599 અંક ઘટ્યો, નિફ્ટી 15080 પર બંધ; HDFC, બજાજ ફિનસર્વના શેર ઘટ્યા
- અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડી લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, મારૂતિ સુઝુકી, HULના શેર વધ્યા
ભારતીય શેરબજારો સપ્તાહના ત્રીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 599 અંક ઘટીને 50846 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 165 અંક ઘટીને 15080 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર HDFC, બજાજ ફિનસર્વ, લાર્સન, SBI, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HDFC 2.62 ટકા ઘટીને 2583.20 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 2.49 ટકા ઘટીને 10128.00 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડી લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, મારૂતિ સુઝુકી, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 4.07 ટકા વધીને 6763.90 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 1.63 ટકા વધીને 4574.30 પર બંધ રહ્યો હતો.
એક્સચેન્જ પર 46 ટકા શેરમાં ઘટાડો
BSE પર 2624 શેરોમાં કારોબાર થઈ રહ્યો છે. 1294 શેરમાં વધારો અને 1197માં ઘટાડો છે. એમાં 133 શેરોમાં લોઅર સર્કિટ લાગી છે. લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 209.20 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે કાલે 210.22 લાખ કરોડ રૂપિયા રહી હતી.
મોટા ભાગના શેરમાં ઘટાડો
અમેરિકાનાં બજારોમાં ભારે વેચવાલીને કારણે અન્ય શેરબજારોમાં ભારે ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 724 અંક ઘટી 28834 પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 859 અંકના ઘટાડા સાથે 29021 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સમાં 1.58 ટકાનો ઘટાડો છે.
અમેરિકાનાં શેરબજારમાં વેચવાલી, યુરોપમાં મામૂલી ખરીદી
અમેરિકાનાં શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ થયાં હતાં. નેસ્ડેક ઈન્ડેક્સ 2.70 ટકા નીચે 12997 પર બંધ થયો હતો. આ સિવાય ડાઉ જોન્સ અને S&P 500 ઈન્ડેક્સમાં 1.39 ટકાનો ઘટાડો રહ્યો. બીજી તરફ, યુરોપિયન શેરબજાર મામૂલી વધારા સાથે બંધ થયાં હતાં. એમાં બ્રિટન, જર્મની અને ફ્રાન્સનાં બજાર સામેલ છે.
ઘરેલું બજારમાં બુધવારે જોરદાર ખરીદી રહી હતી
ગઈકાલે સેન્સેક્સ 1147 અંકના વધારા સાથે 51,444.65 પર અને નિફ્ટી 326 અંક વધી 15245.60 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 2088.7 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલું સંસ્થાગત રોકાણકારોએ 392.91 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.