શેરબજાર:સેન્સેક્સ 447 અંક વધ્યો, નિફ્ટી 14919 પર બંધ; M&M, NTPCના શેર વધ્યા
- બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, TCSના શેર વધ્યા
- ONGC, HDFC, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, SBIના શેર ઘટ્યા
સપ્તાહના પ્રથમ દિવસે 447.05 અંક વધી 50296 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 158 અંક વધી 14919 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર M&M, NTPC, બજાજ ઓટો, ટેક મહિન્દ્રા, TCS સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. M&M 4.98 ટકા વધીને 859.90 પર બંધ રહ્યો હતો. NTPC 3.83 ટકા વધીને 112.60 પર બંધ રહ્યો હતો. જોકે ONGC, HDFC, ડો.રેડ્ડી લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ, SBI સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ONGC 3.16 ટકા ઘટીને 113.45 પર બંધ રહ્યો હતો. HDFC 1.63 ટકા ઘટીને 2564.90 પર બંધ રહ્યો હતો.
સ્ટરલાઈટની ડીલ
સ્ટરલાઈટ ટેક્નોલોજીએ 700 કરોડ રૂપિયાની ડીલની જાહેરાત કરી છે. આ ડીલ તેને મધ્યપૂર્વ આફ્રિકામાંથી મળી છે. આ સાથે તેની કુલ ઓર્ડર બુક 11,300 કરોડ રૂપિયા થઈ જશે. સિમેન્સ સીએન્ડએસ ઈલેક્ટ્રિક ખરીદવાની આજે જાહેરાત કરશે. તેની તેના શેર પર અસર જોવા મળશે. ઓટો કંપનીઓના શેર પર આજે અસર જોવા મળશે. ગઈકાલે તમામે ફેબ્રુઆરી મહિનાના વેચાણના આંકડાઓ જાહેર કર્યા હતા. પાવર ગ્રીડના બોર્ડે 4 ટકા પ્રતિ શેરના ઈન્ટરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે.
ગઈકાલે 749 અંકના વધારા સાથે બંધ થયું હતું બજાર
આ પહેલા સોમવારે સેન્સેક્સ 749 અંક વધી 49849.84 પર અને નિફ્ટી 232.40 અંક વધી 14761.55 પર બંધ થયો હતો. MMTCના શેરમાં રેકોર્ડ 20 ટકાનો ઉછાળો રહ્યો. સમગ્ર દિવસના ટ્રેડિંગ દરમિયાન બીએસઈ 958 અંક સુધી ઉપર જવામાં સફળ રહ્યું હતું. ફાઈનાન્સ, બેન્કિંગ અને ફાર્મા શેરમાં ભારે ખરીદી રહી. જ્યારે રેલટેલ અને ઈન્ફીબીમ એવન્યુના શેરમાં 17 ટકા સુધી ઉછાળો રહ્યો. શુક્રવારે બીએસઈ 1939.32 અંક અને નિફ્ટી 568.20 અંક ઘટી બંધ રહ્યાં હતા.