તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
Loading advertisement...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનામાં ભારતમાં 40 નવા અબજપતિ બન્યા:2020માં મુકેશ અંબાણીની સંપત્તિ 24 ટકા વધી, અદાણીની સંપત્તિ બે ગણી થઈ

મુંબઈ2 દિવસ પહેલા
  • વિશ્વના ધનકુબેરોના આ વાર્ષિક લિસ્ટમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 8મું સ્થાન મળ્યું છે
  • અલન મસ્ક 14.46 લાખ કરોડ રૂપિયા(197 બિલિયન ડોલર)ની સાથે પ્રથમ નંબરે
Loading advertisement...
Open Divya Bhaskar in...
Browser

કોરોના મહામારીના કારણે જ્યાં એક તરફ દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ દેશમાં ઉદ્યોગપતિઓની સંપતિ વધી રહી છે. હુરન ગ્લોબલ રિચ લિસ્ટ 2021ના જણાવ્યા અનુસાર, કોરોના કાળમાં દેશમાં 40 અબજોપતિઓ વધ્યા છે. તેની સાથે જ હવે અબજોપતિની સંખ્યા વધી 177 એ પહોંચી છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીની સંપતિ 24 ટકા વધી છે.

વિશ્વના સૌથી અમીર લોકોમાં અંબાણી 8માં નંબરે
વિશ્વના ધનકુબેરોના આ વાર્ષિક લિસ્ટમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 8મું સ્થાન મળ્યું છે. રિપોર્ટના જણાવ્યા મુજબ ગત વર્ષે અંબાણીની સંપત્તિ 24 ટકા વધી છે. આ રિપોર્ટના જણાવ્યા મુજબ અંબાણીની કુલ સંપતિ 6.1 લાખ કરોડ રૂપિયા(83 બિલિયન ડોલર) આંકવામાં આવી છે.

ગૌતમ અદાણીની સંપતિ થઈ ડબલ
આ રિપોર્ટના જણાવ્યા અનુસાર ગુજરતના ઉદ્યોગપતિ ગૌતમ અંબાણી, જેમણે છેલ્લા થોડા વર્ષોમાં પોતાની સંપત્તિમાં શાનદાર વૃદ્ધિ કરી છે. તેમણે 2020માં પોતાની સંપતિ લગભગ બેગણી વધારીને 2.34 લાખ કરોડ(32 બિલિયન ડોલર) કરી લીધી અને 20 ક્રમની છલાંગ લગાવીને વિશ્વના 48માં સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. આઈટી કંપની HCLના શિવ નાદર 1.98 લાખ કરોડ(27 બિલિયન ડોલર)ની સાથે ત્રીજા સૌથી ધનિક ભારતીય છે. 177 ભારતીય અબજોપતિઓમાંથી 60 મુંબઈના છે. તે પછી નવી દિલ્હીમાં 40 અને બેંગલુરુમાં 22 અબજપતિ છે.

એલન મસ્ક વિશ્વના સૌથી અમીર માણસ
એલન મસ્ક 14.46 લાખ કરોડ રૂપિયા(197 બિલિયન ડોલર)ની સાથે પ્રથમ નંબરે. આ રિપોર્ટ અનુસાર 49 વર્ષીય મસ્કની સંપત્તિમાં ગત વર્ષે 328 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે 2020માં એમેઝોનની કુલ સંપત્તિમાં 35 ટકાનો વધારો થયો. બેજોસની કુલ સંપત્તિ 13.88 લાખ કરોડ રૂપિયા(189 બિલિયન ડોલર) આંકવામાં આવી છે અને તે આ લિસ્ટમાં બીજા નંબરે છે.

વિશ્વના 5 સૌથી અમીર માણસો

નામ સંપત્તિ
એલન મસ્ક 14.46 લાખ કરોડ રૂપિયા
જેફ બેજોસ 13.88 લાખ કરોડ રૂપિયા
બર્નાર્ડ અર્નાલ્ટ 8.37 લાખ કરોડ રૂપિયા
બિલ ગેટ્સ 8.07 લાખ કરોડ રૂપિયા
માર્ક ઝ્કરબર્ગ 7.42 લાખ કરોડ રૂપિયા
Loading advertisement...
અન્ય સમાચારો પણ છે...