• Home
  • Ajab Gajab
  • Strange
  • Wildlife officials fine woman for luring a group of deer into her living room to feed them snacks

અમેરિકા / મહિલાએ 3 હરણને પોતાના ઘરે બોલાવી ફ્રૂટ-ગાજર અને સફરજન ખવડાવતા તેને 39 હજાર રૂપિયાનો દંડ થયો

Wildlife officials fine woman for luring a group of deer into her living room to feed them snacks

  • કોલોરાડો રાજ્યના પાર્ક એન્ડ વાઈલ્ડલાઈફ નોર્થ-ઈસ્ટ રીજને જણાવ્યું-તેઓ તમારા પાલતુ પ્રાણી નથી
  • મહિલાએ કહ્યું-મારા આંગણે કોઈ ભૂખ્યું પ્રાણી આવશે, તો હું એને ચોક્કસ જમાડીશ
  • હરણને જમાડતી મહિલાના વીડિયોને ટ્વિટર પર 26 હજાર લોકોએ જોયો

Divyabhaskar.com

Feb 12, 2020, 01:12 PM IST

કોલોરાડો: પ્રાણીઓને ભોજન કરાવવું એ સારી વાત છે, પણ અમેરિકાના કોલોરાડો રાજ્યમાં રહેતી મહિલાને આ કામ ભારે પડ્યું છે. આ મહિલાએ તેના ઘરની નજીક આવેલા ત્રણ હરણને પોતાનાં ઘરમાં બોલાવ્યા અને તેને લિવિંગ રૂમ સુધી લઈ ગઈ. ત્યારબાદ તેમને બ્રેડ અને ફ્રૂટ ખવડાવ્યા હતા. સોશિયલ મીડિયા પર મહિલાનો હરણને ફ્રૂટ ખવડાવતો વીડિયો વાઈરલ થઈ જતા તે કોલોરાડોના પાર્ક એન્ડ વાઈલ્ડલાઈફ નોર્થ-ઈસ્ટ રીજન સાથ પહોંચી ગયો હતો. તેમણે મહિલાને 550 ડોલર એટલે કે 39,198 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

‘તેઓ તમારા પાલતુ પ્રાણી નથી’
કોલોરાડો પાર્ક એન્ડ વાઈલ્ડલાઈફ નોર્થ-ઇસ્ટ રીજનના વન્ય અધિકારીઓએ જણાવ્યું કે, વાઈલ્ડ લાઈફને વાઈલ્ડ રહેવા દો, તેઓ તમારા પાલતુ પ્રાણી નથી. મહિલાએ વન્ય જીવોની પ્રાકૃતિક આદતો સાથે અખતરાં કર્યા છે. તેઓ ફળ અને બ્રેડ ખાતા નથી.

‘પ્રાણીઓને જમાડવા હંમેશાં તૈયાર છું’
તો બીજી તરફ આ દંડ જેને ફટકાર્યો છે તે મહિલા ડિક્શને મીડિયાને કહ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી વેટરનરી ટેક્નિશિયન તરીકે કામ કરું છું અને માટે અવાર-નવાર પ્રાણીઓ સાથે કામ કરવાનું થતું હોય છે. જો કોઈ જરૂરિયાતમંદ કે ભૂખ્યું પ્રાણી મારે આંગણે આવે તો હું ચોક્કસ તેની મદદ કરીશ. હું પહેલેથી આવી જ છું અને આવી જ રહીશ.

કોલોરાડો વાઈલ્ડ લાઈફ નોર્થ ઈસ્ટ રીજને 11 ફેબ્રુઆરીએ શેર કરેલા વીડિયોને અત્યાર સુધી 26 હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં હરણ ટેબલ પર વાસણમાં મૂકેલા કેળા, સફરજન, બ્રેડ અને ગાજર ખાઈ રહેલા દેખાઈ રહ્યા છે.

‘હરણને મનુષ્ય જમવાનું આપે તો તે ફાયદા કરતાં જોખમી વધારે છે’
ડિસ્ટ્રિક્ટ વાઈલ્ડલાઈફ મેનેજર ટ્રીના લિંકે જણાવ્યું કે, ઠંડીની સીઝનમાં હરણ માનવ વસ્તીની નજીક આવે છે. સ્થાનિકો હરણને પોતાનીએ આજુબાજુ જોઈને ડરી જાય છે કારણકે તેઓ ખોરાકની શોધમાં ભટકતા હોય છે, પણ આ હરણ પોતાની રીતે જમવાનું શોધી જ લેતા હોય છે. કાતિલ ઠંડીમાં ઘણી વાર એવો સમય પણ આવે છે કે આ હરણની ખોરાકની શોધ નિષ્ફ્ળ જાય છે, પણ તે વખતે અમે તેમને જમવાનું પહોંચાડીએ છીએ. જે મનુષ્યો હરણને ભોજન આપે છે તે ફાયદા કરતાં જોખમી વધારે છે. તેમને પોતાની રીતે જ જમવાનું શોધવાની છૂટ આપવી જોઈએ.

X
Wildlife officials fine woman for luring a group of deer into her living room to feed them snacks
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી