• Home
  • Ajab Gajab
  • Strange
  • The student was quick to answer to the teachers, due to this classmates were beaten up in jealousy

મહારાષ્ટ્ર / ટીચરના બધા પ્રશ્નોના કડકડાટ જવાબ આપતા ‘હોશિયાર’ વિદ્યાર્થીને તેના મિત્રોએ ફટકાર્યો, માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરી

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો

  • 15 વર્ષના ટીનેજરને તેના જ ક્લાસના 7 મિત્રોએ પાઇપથી માર્યો હતો 
  • આ ઘટના 22 નવેમ્બર, 2019ની છે

Divyabhaskar.com

Jan 29, 2020, 11:46 AM IST

પુણે: મહારાષ્ટ્રમાં પુણે શહેરમાં સાત વિદ્યાર્થીઓએ મળીને તેની સાથે ભણતા વિદ્યાર્થીને મેથીપાક ખવડાવ્યો, આ મારનું કારણ એ જ હતું કે તે વધારે ‘હોશિયાર’ હતો. દરેક ક્લાસમાં તે ટીચરના પ્રશ્નનો કડકડાટ જવાબ આપતો હતો. પોલીસે આ બાબતે મંગળવાર સાંજે 7 વિદ્યાર્થીઓ વિરુધ્દ ફરિયાદ પણ નોંધી છે.

વનવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, 15 વર્ષના છોકરાને ગયા વર્ષે 22 નવેમ્બરે 7 મિત્રોએ પાઈપથી માર્યો હતો. પીડિતના માતા-પિતા સ્કૂલ આ મામલે કોઈ એક્શન લે તેની રાહ જોઈ રહ્યા હતા, પણ તેમ ન થતા તેમણે પોલીસ ફરિયાદ લખાવી છે.

પીડિતના માતા-પિતાએ કહ્યું કે, માર દીકરાને તેના જ મિત્રોએ પાઇપથી માર્યો હતો. મારો દીકરો બ્રાઈટ સ્ટુડન્ટ છે. તે સ્કૂલમાં ટીચરના દરેક પ્રશ્નનો કડકડાટ જવાબ આપે છે. આ વાત તેના મિત્રોને ન ગમતા તેને માર્યો હતો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી, પણ તેઓ કાર્યવાહી કરવા માટે સ્કૂલ પ્રસાશન સાથે વાત કરવાના છે.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી