તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The 990 year old Remains Of The World's Smallest Bird Dinosaur Have Been Found From Myanmar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાના સૌથી નાના પક્ષીનુમા ડાયનાસોરનો 990 વર્ષ જૂનો અવશેષ મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • રિસર્ચરે આ ડાયનાસોરનું નામ ‘ઓકુલુડેન્ટાવીસ ખૌંગ્રેરા’ રાખ્યું
 • તેનુ કદ 2 ઈંચ જેટલું છે અને તેનાં જડબાંમાં 100 દાંત છે

મ્યાનમાર: મ્યાનમારમાં દુનિયાના સૌથી નાના ડાયનાસોરનો અવશેષ મળ્યો છે. 990 વર્ષ જૂનો અવશેષ  એક એમ્બર અર્થાત પારદર્શી પત્થરમાં સુરક્ષિત મળી આવ્યો છે. મેડિકલ જર્નલ ‘નેચર’માં પ્રકાશિત થયેલાં રિસર્ચ અનુસાર, તેનું મૃત્યુ ઝાડના છિદ્રમાં માથું ફસાઈ જવાથી થયું હતું. માથું ફસાઈ ગયા બાદ ઝાડના ચીકણાં પદાર્થે તેને કવર કર્યું હતું. રિસર્ચરે આ ડાયનાસોરનું નામ ‘ઓકુલુડેન્ટાવીસ ખૌંગ્રેરા’ રાખ્યું છે. આ ડાયનાસોર વર્તમાનના 2 ગ્રામથી ઓછું વજન ધરાવતા ક્યૂબાઈ હમ્મિંગબર્ડથી પણ નાનું છે. 


ડાયનાસોરની ઓળખ કરનારા રિસર્ચર લાર્સના જણાવ્યા અનુસાર, આ જીવને જોઈને લાગ્યુ કે તેનું મૃત્યુ ગઈકાલે જ થયું છે. આ અવશેષનું કદ એક ઈંચના એક ચતુર્થાંશ જેટલું છે. તેનો આકાર બ્લૂબેરીથી નાનો છે. તે આધારે રિસર્ચર્સે કમ્પ્યૂટર આધારિત 3D ટેક્નોલોજીથી ડાયનાસોરનું માળખું બનાવ્યું છે. ડાયનાસોરનાં અવશેષમાં તેના જબડાંમાં આશરે 100 દાંત છે, જે આરીના આકારના છે. 

ઓકુલુડેન્ટાવીસની અલગ જીવનશૈલી હતી
ચાઈનીઝ અકેડેમી ઓફ સાયન્સિસના વૈજ્ઞાનિક જિંગ્માના જણાવ્યા અનુસાર , ‘આ અવશેષને જોઈને લાગે તે હમણાં ઊડી જશે. આ સાચે ખૂબ જ સુંદર છે. આ અવશેષમાં તેની આંખ જોવા મળે છે.’ આ પક્ષીની જીવનશૈલી વર્તમાન પક્ષીની જીવનશૈલી કરતાં એકદમ અલગ હતી. તેના જબડાંમાં દાંત છે, જયારે હાલના પક્ષીઓન જબડાંમાં દાંત હોતા નથી. 

અમેરિકાના લોસ એન્જલ્સ કાઉન્ટીના નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના કો ઓથર લાર્સ શમિત્ઝના જણાવ્યા અનુસાર, કશેરુકી જંતુઓના પારદર્શી પત્થરના સંરક્ષણથી ડાયનાસોરના અંતિમ ચરણની માહિતી મળી છે. આ એક દુર્લભ શારીરિક રચના છે અને દુનિયાના સૌથી નાના પક્ષીની દૃષ્ટિએ પણ પ્રાચીન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો