ના હોય / અમેરિકાની ટીનેજર દર બે કલાક પછી પોતે શું જમી જતી, શું કર્યું હતું અને ક્યાં ગઈ હતી તે ભૂલી જાય છે

Riley Horner, 16, suffers from short term memory loss, her memory 'resets' every TWO HOURS
Riley Horner, 16, suffers from short term memory loss, her memory 'resets' every TWO HOURS

  • ડાન્સ પરફોર્મન્સમાં માથામાં ઇજા થવાથી તેની આ હાલત થઇ છે
  • 16 વર્ષની રિલેની બીમારી ડોક્ટરને પણ સમજાતી નથી

Divyabhaskar.com

Sep 15, 2019, 04:10 PM IST

શિકાગો: 21 જૂનના દિવસે ફ્યુચર ફાર્મર્સ ઓફ અમેરિકાના કન્વેશન હોલમાં એક ડાન્સ પરફોર્મન્સ પછી 16 વર્ષની ટીનેજર રિલે હોર્નરની જિંદગીમાં મુશ્કેલીઓનું આભ તૂટી પડ્યું. આ ડાન્સમાં રિલેને માથામાં ઇજા પહોંચી અને તે દિવસથી તેને કોઈ પણ વાત 2 કલાકથી વધારે યાદ રાખી શકતી નથી. તે દર બે કલાકમાં તેની સાથે થયેલી ઘટના ભૂલી જાય છે. તે કોઈ વ્યક્તિ સાથે મળી હોય તે કે કોઈ જમવાનું હોય તેને કોઈ પણ વાત યાદ રહેતી.

ડોક્ટરને આ બીમારી સમજાતી નથી
ઇજા બાદ રિલેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, પરંતુ ઘણા ટેસ્ટ કર્યા પછી પક ડોક્ટરને તેની તકલીફ ખબર ન પડી. હાલ ડોક્ટર એવું કહે છે કે, અમને રિલેની બીમારી જ ખબર નથી તો તેની સારવાર અને દવા કઈ રીતે કરીએ!

'મારી ખુશી વધારે સમય રહેતી નથી'
રિલેએ કહ્યું કે, મને કોઈ પણ વસ્તુ યાદ રહેતી નથી તે ઘણી ભયાનક વાત છે. લોકો મારી તકલીફને સમજી શકતા નથી કારણકે તેમને મારી સ્ટોરી ફિલ્મી લાગે છે. હું હાલ ઇન્ટરવ્યૂ આપું છું, પણ તે થોડા જ સમયમાં ભૂલી જઉં છું. મારા રૂમમાં એક કેલેન્ડર છે, હું રોજ તેને જોવું છું અને સપ્ટેમ્બર મહિનો જોઈને ખુશ થઈ જઉં છું પણ ડાન્સ પરફોર્મન્સને લીધે થયેલી ઇજાને કારણે હું વધારે કંઈ યાદ રાખી શકતી નથી.

'મારી દીકરીને નોકરી પણ નહીં મળે'
રિલેની માતા સારા હોર્નરે જણાવ્યું કે, ડોક્ટરોએ અમને કહ્યું હતું કે સમયની સાથે રિલેની તબિયતમાં પણ સુધારો આવશે, પણ તે ટાઈમ આવતો જ નથી. હવે એવું લાગે છે કે, મારી દીકરીને આ તકલીફ આખી જિંદગી રહેશે. તેને દરેક કામની નોટ બનાવવી પડે છે. બે કલાક પછી જો તે કંઈ ભૂલી જાય તો તેને આ નોટ કામમાં આવે છે. આ,એ રોજ તેને કોઈને કોઈ વાત યાદ કરાવીએ છીએ પણ તેની કોઈ અસર થતી નથી. મારી દીકરી નાનપણથી મેડિકલ ફિલ્ડમાં જવા માગતી હતી, પણ હાલની તેની હાલત જોઈને એવું લાગે છે કે તેને નોકરી પણ કોઈ નહીં આપે.

X
Riley Horner, 16, suffers from short term memory loss, her memory 'resets' every TWO HOURS
Riley Horner, 16, suffers from short term memory loss, her memory 'resets' every TWO HOURS

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી