• Home
  • Ajab Gajab
  • Strange
  • Rajasthan becomes the first state in the country to pass a bill against Honor Killing, providing Rs 5 lakh rupees fine for physical harm

રાજસ્થાન / ઓનર કિલિંગ વિરુદ્ધ બિલ પસાર કરનારું રાજસ્થાન દેશનું પ્રથમ રાજ્ય બન્યું, ₹ 5 લાખ સુધીનો દંડ થશે

Rajasthan becomes the first state in the country to pass a bill against Honor Killing, providing Rs 5 lakh rupees fine for physical harm

Divyabhaskar.com

Aug 13, 2019, 03:58 PM IST

રાજસ્થાન: રાજસ્થાનમાં હવેથી પ્રેમી યુગલોને ઓનર કિલિંગના ડરનો સામનો કરવો નહીં પડે. રાજસ્થાન દેશનું એવું પહેલું રાજ્ય બની ગયું છે કે જ્યાં પ્રેમ કરવો ગુનો નથી. અહીં પ્રેમી યુગલોની સુરક્ષા પોલીસ કરશે. ગત સોમવારે જ રાજસ્થાનની વિધાનસભામાં ‘ઓનર કિલિંગ બિલ-2019’ પસાર થયું હતું. આ કાયદો બનતાં જ રાજસ્થાન પોલીસે તેના પ્રચાર માટે 'મુગલ-એ-આઝમ' ફિલ્મનો સીન લીધો છે, જેનો કરુણ અંત ઓનર કિલિંગને દર્શાવતો હતો.

રાજસ્થાન પોલીસે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હવે મુગલ-એ-આઝમનો જમાનો ગયો. પ્રેમ કરવો હવે કોઇ ગુનો નથી. જો પ્રેમ કરનારાઓને કોઇ શારીરિક નુકસાન પહોંચાડશે તો તેને આજીવન કેદ સુધીની સજા થઇ શકે છે અને 5 લાખ રૂ. સુધીનો દંડ પણ થઇ શકે છે.’ છેલ્લી લાઇનમાં હાર્ટના સિમ્બોલ સાથે લખ્યું છે, 'ક્યોંકિ પ્યાર કરના કોઇ ગુનાહ નહીં હૈ.'

ઓનર કિલિંગ : દંપતી વિરુદ્ધ નિર્ણય કર્યો તો પંચાયતને પણ દંડ
રાજસ્થાનમાં ઓનર કિલિંગ બિલ હેઠળ વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઇ કરાઇ છે. વૈવાહિક સંબંધોની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ રોકવા માટેના સુધારેલા ખરડા મુજબ જો પુખ્ત વયની બે વ્યક્તિ સહમતિથી આંતરજ્ઞાતીય લગ્ન કરે અને પરિવારજન તેમની હત્યા કરી નાખે તો તે ઓનર કિલિંગ ગણાશે.

આંતર સામુદાયિક, આંતર ધાર્મિક, કુટુંબ-જાતિ, સમુદાયમાં લગ્ન પર પણ આ નિયમ લાગુ પડશે. પંચાયતના આદેશથી યુગલને સમાજમાંથી બહિષ્કૃત કરવું, દંડ ફટકારવો, જાહેર સ્થળોના ઉપયોગથી વંચિત રાખવા, ગામ-વિસ્તાર છોડવા ફરજ પાડવા સહિતના અન્ય નિર્ણયો પણ આ ખરડાના દાયરામાં આવશે.

X
Rajasthan becomes the first state in the country to pass a bill against Honor Killing, providing Rs 5 lakh rupees fine for physical harm
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી