શું વાત છે / સંસદમાં ચર્ચા દરમિયાન સાંસદે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી, સ્પીકરે તેને અયોગ્ય ગણાવ્યું

  • સાંસદ ફ્લેવિયો ડી મુરોએ ગુરુવારે પબ્લિક ગૅલરીમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ અલિસા ડી લિઓને લગ્ન માટે પ્રપોઝ કરી
  • ફ્લેવિયો અને એલિસા 6 વર્ષથી ઈટલીના વેન્ટિમિગલિયામાં સાથે રહે છે, તે સાંસદની કારકિર્દીમાં સૌથી નજીક છે
  • ગર્લફ્રેન્ડ લગ્નના પ્રસ્તાવને સ્વીકાર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

Divyabhaskar.com

Nov 30, 2019, 06:37 PM IST

રોમ. ઈટલિના સાંસદ ફ્લેવિયો ડી મુરોએ ગુરુવારે સંસદ સત્ર દરમિયાન ચાલી રહેલ ચર્ચા વચ્ચે પબ્લિક ગૅલરીમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ એલિસા ડી લિઓને પ્રપોઝ કરી હતી. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સાંસદ ફ્લેવિયોએ સંસદમાં પ્રોપઝ કરવાને લઈને તેમને જણાવ્યું હતું કે, સંપૂર્ણ રાજકીય કારકીર્દિ દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ હંમેશા સાથે હતી. તે વ્યક્તિગત અને રાજકીય જીવનમાં સૌથી નજીકની વ્યક્તિ છે. જો કે, સ્પીકરે ચર્ચા દરમિયાન આવું ન કરવા જણાવ્યું હતું. તો બીજી તરફ ગર્લફ્રેન્ડે સાંસદનું પ્રપોઝલ સ્વીકારી લીધું હતું.

ફ્લેવિયો અને અલિસા 6 વર્ષથી ઈટલીના વેન્ટિમિગલિયામાં સાથે રહે છે. ગત વર્ષે માર્ચમાં નીચલા ગૃહની ચૂંટણીમાં સાંસદ ફ્લેવિયો જીત્યા હતા. ગૃહના અધ્યક્ષ રોબર્ટો ફિકોએ કહ્યું, મિસ્ટર સાંસદ તમારા આ વર્તનથી હું પ્રભાવિત થયો છું, હું તમને સમજું છું, પરંતુ હું કાર્યવાહી દરમિયાન તમારા હસ્તક્ષેપને યોગ્ય નથી માનતો.


મિત્રોએ શુભેચ્છા પાઠવી
33 વર્ષના સાંસદ ફ્લેવિયો ડી મુરો લીગ પાર્ટીના સભ્ય છે. ધરતીકંપ પછી પુનર્નિર્માણના મુદ્દા પર સંસદમાં ચર્ચા કરી રહ્યા હતા. અચાનક તેઓ પોતાની સીટ પરથી ઊભા થઈને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી. તેમણે પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન કરવાનું કહ્યું હતું. આ સાંભળીને, બાકીના સાંસદ ફ્લાવિયોને આશ્ચર્યજનક રીતે જોવા લાગ્યા. બે સાંસદોએ સીટ પરથી ઉભા થયા અને ફ્લેવિયોની પ્રશંસા કરી. બીજી તરફ, એલિસાએ આ પ્રપોઝલ સ્વીકાર કરી લીધો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી