સેવા / 76 વર્ષના હરજિંદર સિંહ ઈજાગ્રસ્તોની મદદ માટે ઓટો એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા છે

  • વધુ કામ કરીને દવાઓનો ખર્ચ પણ હરજિંદર સિંહ જાતે જ ઉઠાવે છે
  • હરજિંદર અત્યાર સુધી 100 લોકોના જીવ બચાવી ચૂક્યા છે 
     

Divyabhaskar.com

Jul 15, 2019, 09:45 AM IST

દિલ્હી: આમતો રસ્તા પર દુર્ઘટના ઘટે ત્યારે લોકો વીડિયો બનાવતા હોય છે, પરંતુ હરજિંદર સિંહ તેમની સારવાર કે બચાવમાં લાગી જાય છે. દુર્ઘટનાનાં શિકાર લોકોના જીવ બચાવવાના હેતુથી તેમણે પોતાની રિક્ષાને 'ઓટો એમ્બ્યુલન્સ' નામ આપી દીધું છે. તેઓ ઓટોની મદદથી ઈજાગ્રસ્તની ફક્ત પ્રાથમિક સારવાર જ નથી કરતા, પરંતુ સાથે જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને આસપાસની હોસ્પિટલમાં પણ પહોંચાડે છે. હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે છે કે નહીં તેનું ધ્યાન પણ હરજિંદર સિંહ રાખે છે. તેમણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના જીવ બચાવ્યાં છે.

વધુ કામ કરીને દવાઓનો ખર્ચ જાતે ઉઠાવે છે

હરજિંદર સિંહ દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. તેઓ રોજ સવારે 8 વાગ્યે કામ પર નીકળી જાય છે. હરજિંદર સિંહ જણાવે છે કે, તમામ દવા અને મેડિકલ સેવાનો ખર્ચો તેઓ જાતે ઉઠાવે છે. તેના માટે તેમણે રિક્ષામાં એક ડોનેશન બોક્સ પણ રાખ્યું છે. આ ઉપરાંત વધું પૈસા ભેગા કરવા માટે તેઓ વધારે કામ કરે છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી