અમેરિકા / નાસા અંતરિક્ષમાં 'રોબો હોટેલ' લોન્ચ કરશે, શરૂઆતમાં 2 રોબોથી કરવામાં આવશે

NASA will launch 'Robo Hotel' in space, initially with 2 robots
NASA will launch 'Robo Hotel' in space, initially with 2 robots

  • આ રોબો અંતરિક્ષમાં રહેલાં ઉપકરણો માટે સુરક્ષાના એકમ બનશે
  • 'રોબો હોટેલ'ને 19માં સ્પેસ એક્સ કમર્શિયલ લોન્ચિંગ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે
  • રોબો ગેસ લીકેજની માહિતી આપવામાં મદદ કરશે

Divyabhaskar.com

Dec 09, 2019, 11:28 AM IST

વોશિંગ્ટન: અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) અંતરિક્ષમાં 'રોબો હોટેલ' બનાવશે. આ રોબો હોટેલમાં માત્ર રોબો જ રોકાણ કરી શકશે. અંતરિક્ષમાં આ હોટેલને રોબોટિક્સ ટૂલ સ્ટોઈજ નામથી ઓળખવામાં આવશે. રોબો હોટેલને ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન)ની બહાર રાખવામાં આવશે.

આ રોબો અંતરિક્ષમાં રહેલાં ઉપકરણો માટે સુરક્ષાના એકમ બનશે. 'રોબો હોટેલ'ને 19માં સ્પેસ એક્સ કમર્શિયલ લોન્ચિંગ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. હ્યુસ્ટનમાં NASAના જ્હોનસન સ્પેસ સેન્ટરની ન્યૂટ્રલ બ્યૂયન્સી લેબમાં આ રોબોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

રોબો હોટેલમાં પ્રથમ 2 રોબોને NASA મોકલશે. આ બંને રોબો રોબોટિક એક્સ્ટર્નલ લીક લોકેટર્સનું કામ કરશે. બંને રોબો દિવસમાં 12 કલાકની ડ્યુટી કરશે. હોટેલમાં સ્પેક્ટ્રોમીટર સાથેના ઉપકરણોની મદદથી રોબો અમોનિયા સહિતના ગેસ લીકેજની માહિતી આપશે.

X
NASA will launch 'Robo Hotel' in space, initially with 2 robots
NASA will launch 'Robo Hotel' in space, initially with 2 robots
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી