મુંબઈ / હોટલે 2 બોઇલ્ડ એગ્સ માટે 1700 રૂપિયાનું બિલ આપ્યું, લોકોએ કહ્યું- ઈંડાંમાંથી ગોલ્ડ નીકળ્યું હતું?

Mumbai hotel charged their guest Rs 1,700 for 2 boiled eggs

Divyabhaskar.com

Aug 12, 2019, 12:25 PM IST

મુંબઈ: મુંબઈની ફોર સીઝન્સ હોટલમાં એક વ્યક્તિએ 2 બોઇલ્ડ એગ્સ ઓર્ડર કર્યા ને તે બદલ હોટલે વ્યક્તિને 1700 રૂપિયા ચાર્જ કર્યા. કાર્તિક ધર નામના એક વ્યક્તિએ ટ્વિટર પર હોટલનું બિલ પોસ્ટ કરીને લખ્યું કે, મુંબઈની ફોર સીઝન્સ હોટલમાં બે ઈંડાં માટે 1700 રૂપિયા લીધા. આ પહેલાં ચંદીગઢની જેડબ્લ્યુ મેરિયોટ હોટલમાં એક્ટર રાહુલ બોસને બે કેળાં માટે 442 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ટેક્સ ડિપાર્ટમેન્ટે હોટલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

કાર્તિકે રાહુલ બોસને ટેગ કર્યો
કાર્તિકે ટ્વિટર પર બિલનો ફોટો પોસ્ટ કરી કેપ્શન લખ્યું કે, ‘બે ઈંડાં માટે મુંબઈની ફોર સીઝન્સ હોટલમાં 1700 રૂપિયા લેવાયા. રાહુલ બોસ ભાઈ આંદોલન કરીએ?’

લોકોના રિએક્શન
કાર્તિકના આ ટ્વીટ પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું કે, આ ઈંડાંમાંથી ગોલ્ડ નીકળે છે કે શું? બીજા એક યુઝરે લખ્યું કે, મરઘી જરૂર કોઈ રહીશ ખાનદાનની હશે.

X
Mumbai hotel charged their guest Rs 1,700 for 2 boiled eggs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી