તમિલ નાડુ / શ્રીલંકાનો નાગરિક પ્લેનમાં યોગ કરવા લાગ્યો, કૂ મેમ્બરની વાત ન માનતા ટિકિટના રૂપિયા આપીને ઊતારી દીધો

Man Performing Yoga and Excercise on Colombo bound Flight

Divyabhaskar.com

Nov 07, 2019, 09:44 AM IST

ચેન્નાઈ: બુધવારે સ્પાઇસ જેટની કોલંબો ઉડાન ભરતી ફ્લાઇટમાંથી એક પેસેન્જરને ચેન્નાઇ એરપોર્ટ પરથી ઉતારવાની ફરજ પડી હતી. આ વ્યક્તિ પર વિમાનમાં યોગ અને કસરત કરવાનો આરોપ હતો, તેને લીધે ફ્લાઈટમાં હાજર અન્ય પ્રવાસીઓ પણ ડિસ્ટર્બ થઈ રહ્યા હતા. આ પેસેન્જરનું નામ ગુણાસેના છે.

પોલીસના કહેવા પ્રમાણે, ક્રૂ મેમ્બરે ગુણાસેનાને પ્લેનમાં યોગ કરવાની ના પાડી, પણ તે માન્યો નહીં. ગુણાસેના વારાણસીથી કોલંબો જવા માટે વિમાનમાં ચઢ્યો હતો. તેને સીઆઈએસએફ (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ)ની મદદથી પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યો. કંપનીએ તેને ટિકિટ ભાડું પણ પરત કરી દીધું. શ્રીલંકા અને અમેરિકા એમ બંને દેશના પાસપોર્ટ ધરાવનાર ગુણાસેના વિરુદ્ધ કોઈ પોલીસ કેસ નોંધવામાં આવ્યો નથી.

X
Man Performing Yoga and Excercise on Colombo bound Flight
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી