મહારાષ્ટ્ર / મુંબઈમાં 11 બાળકોની માતા 38 વર્ષની ઉંમરે 20મી વખત બાળકને જન્મ આપશે

Maharashtra: Mother of 11 set to deliver for 20th time

  • 11 બાળકોને તેણે કોઈ હોસ્પિટલ નહીં, પણ ઘરે જન્મ આપ્યો છે
  • મહિલાનો પરિવાર ભીખ માગીને ગુજરાન ચલાવે છે

Divyabhaskar.com

Sep 10, 2019, 12:36 PM IST

મુંબઈ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાની 38 વર્ષીય મહિલા 20મી વખત બાળકને જન્મ આપવાની છે. આ મહિલાને હાલ સાત મહિનાનો ગર્ભ છે. 11 બાળકોની માતાનો આ કેસ જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

38 વર્ષીય લંકાબાઈ બીડ જિલ્લામાં મજલ ગામમાં કેસપુરી વિસ્તારમાં રહે છે. તેમનો પરિવાર ઘણો ગરીબ છે. સોમવારે સ્થાનિક અધિકારી લંકાબાઈને મળવા માટે જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા.

જિલ્લાના સિવિલ સર્જન ડો. અશોક થરાટે કહ્યું કે, હાલ લંકાબાઈને 11 બાળકો છે અને તે 38 વર્ષની ઉંમરમાં 20મી વખત માતા બનવાની છે. હાલ માતા અને તેના બાળકનું સ્વાસ્થ્ય બરાબર છે. લંકાબાઈ પ્રથમ વખત હોસ્પિટલમાં બાળકને જન્મ આપવાની છે. આની પહેલાં તેણે 11 બાળકોને ઘરે જ જન્મ આપ્યો છે. કોઈ પણ જોખમથી બચવા માટે અમે તેને હવેની ડિલિવરી સ્થાનિક હોસ્પિટલમાં કરાવવાની સલાહ આપી છે.

બીડ જિલ્લાના અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે લંકાબાઈનો પરિવાર ભીખ માગીને કે પછી નાના-મોટા કામ કરીને ગુજરાન ચલાવે છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે.

X
Maharashtra: Mother of 11 set to deliver for 20th time

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી