• Home
  • Ajab Gajab
  • Strange
  • Live dog found in 'Dorian' storm tornado 1 month ago in Bahamas rescue team give it name as miracle

ચમત્કાર / બહામાસમાં 1 મહિના પહેલાં આવેલા ‘ડોરિયન’ તોફાનનાં કાટમાળમાં જીવતું કૂતરુ મળી આવ્યું

Live dog found in 'Dorian' storm tornado 1 month ago in Bahamas rescue team give it name as miracle

  • આ કૂતરુ 1 મહિનાથી વરસાદનું પાણી પીને જીવિત હતું
  • 1 મહિના પછી  પણ કુતરાનો આબાદ બચાવ થતાં તેને મિરેકલ નામ આપવામાં આવ્યું

Divyabhaskar.com

Oct 09, 2019, 09:04 AM IST

બહામાસ: બહામાસ દેશમાં ગત મહિને ‘ડોરિયન’ તોફાન આવ્યું હતું. કેરેબિયન આઇલેન્ડમાં આ તોફાન પછી રાહત અને બચાવની કામગીરી દરમિયાન એક બિલ્ડીંગના કાટમાળમાંથી જીવતું કૂતરુ મળી આવ્યું છે. આવો ચમત્કાર થતાં રેસ્કયૂ ઓપરેશનની ટીમે તેને ‘મિરેકલ’ નામ આપ્યું છે. આ તોફાન એટલું ભયાનક હતું કે 49,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 50થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 600 લોકો હજુ પણ લાપતા છે. તેવામાં જીવિત કૂતરુ મળી આવતા તે ચર્ચાનો વિષય બન્યું છે.

બિગ ડોગ રેન્ચ રેસ્કયૂ ઓપરેશન હેઠળ શુક્રવારે આ કૂતરુ મળી આવ્યું હતું. રેસ્ક્યૂ ટીમના પ્રવક્તા જણાવે છે કે આ કુતરું વરસાદનું પાણી પીને જીવિત રહ્યું છે. મિરેકલ કાંચના ટુકડાં અને ACનાં યુનિટ્સ વચ્ચે ફસાયુ હતું. મિરેકલ ઘણું દુબળું પડી ગયું હતું. મેડિકલ ટીમ તેની સારવાર કરી રહી છે. મિરેકલનો જૂનો માલિક સામે નહીં આવે તો તેને કોઈ બીજાને સોંપી દેવામાં આવશે. અમે 1 મહિનાથી ઘણાં લોકોને પરસ્પર મિલાપ કર્વયો છે, જેમાં જાનવર પણ સામેલ છે.’

આ તોફાનની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કેટેગરીમાં 5મું સ્થાન આપવામાં આવ્યું છે. તેનાથી ગ્રેન્ડ બહામા અને ઈબાકો આઇલેન્ડમાં 76 હજારથી વધારે લોકો બેઘર બન્યા હતા. તેમાં 5 હજાર જાનવર પણ મૃત્યુ પામ્યા હતા.

X
Live dog found in 'Dorian' storm tornado 1 month ago in Bahamas rescue team give it name as miracle
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી