- સિંહાસન બનાવવાનો હેતુ લોકોને તેના પર બેસીને રૂપિયાની તાકાત મહેસૂસ કરવા માટે અને રૂપિયા કમાવવા માટે પ્રેરિત કરવાનો છે
- સિંહાસનને રશિયન પૉપ-સ્ટાર અલેકસી સર્ગીયેંકાએ ઇગોર નામના વેપારીની મદદથી બનાવ્યું છે
Divyabhaskar.com
Dec 02, 2019, 06:05 PM ISTમોસ્કો: રશિયાની રાજધાની મોસ્કોનાં એક આર્ટ મ્યૂઝિયમમાં 2.5 ઈંચનું બુલેટ પ્રૂફ ગ્લાસનું સિંહાસન ચર્ચાનું વિષય બન્યું છે. તેમાં 7 કરોડથી વધારે રૂપિયાની રોકડ રકમ છે. રોકડ રકમ યુક્ત અને બુલેટ પ્રૂફ ગ્લાસનાં પ્રોટેક્શનથી બનેલા આ સિંહાસન પર સામાન્ય લોકોને બેસવા માટે આમંત્રિત કરવામા આવ્યા છે.
29 નવેમ્બરે તૈયાર થેયલાં આ સિંહાસનનું નામ એક્સ10 મની થ્રોન રાખવામાં આવ્યું છે. આ સિંહાસનને રશિયન પૉપ-સ્ટાર અલેકસી સર્ગીયેંકાએ ઇગોર નામના વેપારીની મદદથી બનાવ્યું છે. આ સિંહાસન બનાવવાનો હેતુ લોકોને તેના પર બેસીને રૂપિયાની તાકાત મહેસૂસ કરવા માટે અને રૂપિયા કમાવવા માટે પ્રેરિત કરવાનો છે.
રશિયન પૉપ સ્ટાર્ટ અલેકસી જણાવે છે કે, 'આ સિંહાસન પૈસાની તાકાતને સમજનારા અને પૈસા કમાવવા માટે ઇચ્છુક લોકોને પ્રેરણા આપશે. આ સિંહાસન એટલા માટે ઉપયોગી છે કેમ કે હું ઇચ્છું છું કે લોકો પૈસા વિશે વાત કરીને વધારે પૈસા કમાવવા વિશે કંઈક વિચાર કરે. તેથી દેશ વધારે ધનિક બની શકે.'
વર્ષ 2012માં રશિયન રાષ્ટ્રપતિ પુતિન માટે સમર્પ્રિત ચિત્રો બનાવવા માટે અલેકસીનું નામ ચર્ચામાં આવ્યું હતું. વર્ષ 2018માં ઇગોર 1.2 અરબ ડોલરની સંપત્તિ માટે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા.