હાથીઓની વસ્તી વધી જતાં બોટ્સવાના દેશ 70 હાથીઓનો શિકાર કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો

ગાબોરોને: સાઉથ આફ્રિકાના બોટ્સવાના દેશમાં ગયા વર્ષે સરકારે કાયદેસર રીતે હાથીઓનો શિકાર કરવાનો ઓર્ડર આપ્યો હતો. આ શિકાર પાછળ સરકારે હાથીઓની વધારે પડતી વસ્તી હોવાનું કારણ આપ્યું હતું.


આ ઘટનાના 6 મહીના પછી ફરી એકવાર સરકારે 70 હાથીઓને મોતને ઘાટ ઉતારવાનો ઓર્ડર આપ્યો છે. ગયા વર્ષે બોટ્સવાના દેશના રાષ્ટ્રપતિ મોક્ગવીત્સિ મસિસિએ હાથીઓના શિકાર પરનો 5 વર્ષનો પ્રતિબંધ હટાવી દીધો હતો.


આફ્રિકામાં હાથીની એવરેજ પોપ્યુલેશન જોવા જઈએ તો તેમાં ઘટાડો થઈ રહ્યો છે, પણ અમુક દેશ જેવા કે ઝિમ્બાબ્વે અને બોટ્સવાનામાં હાથીઓની ઓવર પોપ્યુલેશન છે. આ જ કારણે દેશનું ભલું વિચારીને સરકાર હાથીઓના શિકારનો ઓર્ડર આપે છે.


બોટ્સવાના દેશના અધિકારીઓનું માનવું છે કે, માનવ અને હાથી વચ્ચેનું સંતુલન જાળવવા માટે શિકાર કરવો જરૂરી છે. હાથીઓ ખેડૂતોના ખેતરમાં ઘૂસીને તેમના પાકને નુકસાન કરે છે. ઘણીવાર હાથીઓ માનવવસ્તીમાં પણ ઘૂસીને ઉથલ-પાઠલ મચાવી દે છે.
 

અન્ય સમાચારો પણ છે...