આંધ્ર પ્રદેશ / પતિએ આખો દિવસ ટિક્ટોક પર વીડિયો બનાવતી પત્નીની હત્યા કરી

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો

Divyabhaskar.com

Nov 09, 2019, 11:13 AM IST

વિજયવાડા: ટિકટોક વીડિયોની બોલબાલા આપણા દેશમાં ઘણી વધી રહી છે. હાલમાં સામે આવેલા સમાચાર પ્રમાણે આ એપને કારણે કોઈકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આંધ્ર પ્રદેશમાં પ્રકાસમ જિલ્લામાં કાન્જીગિરી ગામમાં એક વ્યક્તિએ ટિકટોક વીડિયોને લીધે તેની પત્નીની હત્યા કરી છે.

આ ઘટના 27 ઓક્ટોબરની છે. 30 વર્ષીય ફાતિમા આખો દિવસ ટિકટોક પર વીડિયો બનાવીને પોસ્ટ કરતી હતી. આખો દિવસ ફોનમાં પત્નીને રચી પચેલી જોઈને તેના પતિને ગુસ્સો આવતો હતો. ચિન્નપચુની ઘણી વાર તેની પત્ની સાથે આ વાત પર બોલાચાલી પણ થઈ જતી હતી. 27 ઓક્ટોબરે ફાતિમાનો મૃતદેહ ફાંસીની હાલતમાં લટકેલો જોવા મળ્યો હતો. શરૂઆતમાં તો બધાને તેવું જ લાગ્યું કે ફાતિમાએ આત્મહત્યા કરી છે, પણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તો અલગ જ વાત સામે આવી હતી.

પીએમ રિપોર્ટ આવે તે પહેલાં જ ચિન્નપચુ ઘર છોડીને ભાગી ગયો હતો. પીએમ રિપોર્ટ પ્રમાણે ફાતિમાનું મૃત્યુ ગૂંગળામણને લીધે થયું હતું. ત્યારબાદ પોલીસની પૂછપરછ દરમિયાન તેના પાડોશીએ ટિકટોકને લીધે ઝઘડા થતા હોવાની વાત કહી હતી. પોલીસને હવે ફાતિમાનાં પતિ પર શક પાક્કો થઈ ગયો હતો, થોડા દિવસને અંતે તે પકડાઈ ગયો અને પોતાનો ગુનો સ્વીકાર કર્યો. ચિન્નપચુને તેની પત્ની ફાતિમા આખો દિવસ ટિકટોક પર વીડિયો બનાવતી હતી તે ગમતું નહોતું, આથી તેણે ગુસ્સામાં આવીને તેની હત્યા કરી દીધી. પોલીસે ચિન્નપચુની ધરપકડ કરી છે.

X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી