• Home
  • Ajab Gajab
  • Strange
  • An organization called SeaWater Greenhouse developed a new farming technique in the desert with salt water

ના હોય / સીવોટર ગ્રીનહાઉસ નામની સંસ્થાએ રણમાં ખારાં પાણીથી ખેતીની નવી ટેક્નીક વિકસાવી

An organization called SeaWater Greenhouse developed a new farming technique in the desert with salt water
An organization called SeaWater Greenhouse developed a new farming technique in the desert with salt water

  • રણ વિસ્તારમાં ખારાં પાણીથી ખેતી માટે જાડા કાર્ડબોર્ડથી ખાસ પ્રકારનાં કૂલિંગ હાઉસ બનાવીને ખેતી કરવામાં આવે છે. 
  • ઓસ્ટ્રેલિયા, અબૂધાબી, સોમાલીલેન્ડ, ઓમાન અને ટેરાઇફ જેવા વિરાન અને રણ વિસ્તારોમાં આ પરિયોજના શરૂ કરવામાં આવી છે
  • સોમાલીલેન્ડમાં આ પ્રોજેક્ટથી દર વર્ષે લગભગ 750 ટન ટામેટાંની ખેતી થાય છે

Divyabhaskar.com

Oct 08, 2019, 03:23 PM IST

બ્રિટન: સામાન્ય રીતે ખેતી માટે મીઠું પાણી અને ફળદ્રુપ જમીનની જરૂર હોય છે. રણમાં અને ખારા પાણીથી ખેતી કરવાની વાત અત્યાર સુધી અશક્ય માનવામાં આવતી હતી પરંતુ બ્રિટનની એક કંપની ‘સીવોટર ગ્રીનહાઉસ’ના વિજ્ઞાનિકોએ રણમાં સમુદ્રના ખારા પાણીથી કાકડી અને ટામેટાં જેવા શાકભાજી ઉગાડવાની ટેક્નીક વિકસાવી છે.

વિજ્ઞાનિકોએ ફળ અને શાકભાજી ઉગાડવા માટે નવી પધ્ધતિ શોધી છે. તેમાં ખારા પાણીની સાથે સૌર ઉર્જાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા, અબૂધાબી, સોમાલીલેન્ડ, ઓમાન અને ટેરાઇફ જેવા વિરાન અને રણ વિસ્તારોમાં આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં અત્યંત ગરમ વાતાવરણ છતાં આ ટેક્નીકથી હજારો કિલો ફળ અને શાકભાજી ઉગાડી શકાય છે.

કેવી રીતે કરવામાં આવી ખેતી
રણ વિસ્તારમાં ખારાં પાણીથી ખેતી માટે જાડા કાર્ડબોર્ડથી ખાસ પ્રકારનાં ‘કૂલિંગ હાઉસ’ બનાવીને ખેતી કરવામાં આવે છે. સામાન્ય રીતે કાચથી બનેલા ગ્રીન હાઉસનો ઉપયોગ ગાર્ડનને ઠંડુ રાખવા માટે કરાય છે. કૂલિંગ હાઉસમાં ભીના કાર્ડબોર્ડની પેનલો પર બાહરથી ગરમ હવા લાગે તો બાસ્પિભવનના લીધે અંદરનું તાપમાન ઘટે છે. આ પેનલોને ભીની કરવા માટે સોલર પંપ લગાવવામાં આવે છે, જે ઉપરથી ખારા પાણીનો છંટકાવ કરે છે. આ પાણી કાર્ડબોર્ડની દિવાલોથી પસાર થઇને વરાળ બની જાય છે. આ બાસ્પિભવનથી કૂલિંગ હાઉસમાં ઠંડક પેદા થાય છે.

ખેતી માટે આદર્શ વાતાવરણ
આ પદ્ધતિથી રણમાં ખેતી માટે આદર્શ વાતાવરણ ઊભુ કરવામાં આવ્યું છે. તેની સાથે સમુદ્રનું ખારુ પાણી વારંવાર કાર્ડબોર્ડની દીવાલોથી પસાર થવાના લીધે તેની બાહ્ય દિવાલો પર મીઠું જામી જાય છે. આ મીઠું કાર્ડબોર્ડને મજબૂત તો બનાવે છે જ, સાથો સાથ મીઠાંનો ઉપયોગ વ્યવસાયિક રૂપે પણ કરી શકાય છે.

2000 હેક્ટરમાં કૂલિંગ હાઉસથી ખેતી કરવામાં આવે છે
સીવોટર ગ્રીનહાઉસના સંસ્થાપક ચાર્લી પેટન જણાવે છે કે, ‘સોમાલીલેન્ડની લગભગ 40 લાખ વસતીનું પેટ ભરવા માટે માત્ર 2000 હેક્ટરમાં આ પ્રકારની ખેતી કરવાની જરૂર છે. સોમાલીલેન્ડમાં પ્રોજેક્ટ પૂરો કર્યા બાદ હવે આ પદ્ધિતિથી દર વર્ષે લગભગ 750 ટન ટામેટાંની ખેતી થાય છે. પેટનન દુનિયાના બીજા રણ વિસ્તારોમાં આ પ્રકારના પ્રોજેક્ટ શરુ કરવા માટે ઉત્સાહિત છે.’

X
An organization called SeaWater Greenhouse developed a new farming technique in the desert with salt water
An organization called SeaWater Greenhouse developed a new farming technique in the desert with salt water
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી