સ્મગલિંગ / શારજાહ એરપોર્ટ પર પેટમાં 64 લાખના 297 ગ્રામ હીરા લઈને જતો આફ્રિકન પકડાયો

An African caught in Sharjah airport carrying 297 grams of diamonds worth 64 lakhs
An African caught in Sharjah airport carrying 297 grams of diamonds worth 64 lakhs
An African caught in Sharjah airport carrying 297 grams of diamonds worth 64 lakhs

Divyabhaskar.com

Jan 10, 2020, 06:04 PM IST

શારજાહઃ સિક્યોરિટીથી છુપાવીને દાણચોરી કરનારાઓના અકલ્પનીય કિસ્સાઓથી ક્રાઈમકથાઓના દળદાર વોલ્યૂમ્સ ભરેલાં પડ્યાં છે. હવે તેમાં ઉમેરી શકાય તેવો વધુ એક કિસ્સો યુનાઈટેડ આરબ અમિરાતના શારજાહથી આવ્યો છે. ત્યાંના એરપોર્ટ પર એક પ્રવાસી પોતાના પેટમાં બે-પાંચ નહીં, બલકે પૂરા 297 ગ્રામ કાચા હીરા લઈને તસ્કરી કરતો પકડાઈ ગયો છે. UAEના મીડિયા હાઉસ ‘ગલ્ફ ન્યૂઝ’ના હવાલાથી આવેલા આ સમાચાર પ્રમાણે ત્યાંની ‘ફેડરલ કસ્ટમ્સ ઓથોરિટી’એ એરપોર્ટ સિક્યોરિટીને ટિપ આપેલી કે એક આફ્રિકન વ્યક્તિ હીરાની દાણચોરી કરવાની ફિરાકમાં છે.

આ માહિતીને આધારે UAEનાં એરપોર્ટ પર સિક્યોરિટી ઓર કડક કરી દેવાઈ. તે દાણચોર જેવો શારજાહ એરપોર્ટ પર પહોંચ્યો કે તરત જ તેનો પાસપોર્ટ જપ્ત કરીને તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી. એક્સ-રેમાં જોયું ત્યારે ત્યાં ફરજ પર હાજર અધિકારીઓની આંખો પણ પહોળી રહી ગઈ. તે વ્યક્તિના પેટમાં પાર વિનાના નાનકડા હીરા જેવા સખત પદાર્થ દેખાઈ રહ્યા હતા. યેનકેન પ્રકારે તે હીરા બહાર કાઢવામાં આવ્યા, ત્યારે તેનું વજન પૂરા 297 ગ્રામ થયું. એટલું જ નહીં, તેના કદ પ્રમાણે વર્ગીકરણ કરતાં ખાસ્સી અગિયાર કોથળીઓ ભરાઈ ગઈ હતી! આ હીરાની માર્કેટ પ્રાઈસ ખાસ્સી 64 લાખ રૂપિયા જેટલી થવા જતી હતી. રિપોર્ટ્સ પ્રમાણે તે માણસે UAEમાં તે હીરાના સંભવિત ગ્રાહકોની શોધખોળ પણ કરી લીધી હતી.

X
An African caught in Sharjah airport carrying 297 grams of diamonds worth 64 lakhs
An African caught in Sharjah airport carrying 297 grams of diamonds worth 64 lakhs
An African caught in Sharjah airport carrying 297 grams of diamonds worth 64 lakhs

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી