લો બોલો / ટ્રાફિક પોલીસકર્મીએ સુંદર મહિલાનું ચલાન કાપી તેમાં લખ્યું, તમને જોઈને લોકોનું ધ્યાન ભટકી શકે છે

A traffic policeman fined a driver for circling with excess beauty in Uruguay

Divyabhaskar.com

Jun 10, 2019, 03:30 PM IST

અજબ-ગજબ ડેસ્ક: ઉરુગ્વે દેશના પેસન્દુ શહેરમાં થોડા સમય પહેલાં એક ટ્રાફિક પોલીસ ઓફિસરે એક સુંદર મહિલાનું ચલાન કાપ્યું. નોર્મલ ચલાન કરતાં આ ચલાન અલગ હતું. તેમાં લખ્યું હતું કે, તમને જોઈને રસ્તા પર ચાલતા લોકોનું ધ્યાન ભટકી શકે છે, જેને કારણે દુર્ઘટના થઇ શકે છે. ઉપરાંત ચલાન પર સ્પેનિશ ભાષામાં ટ્રાફિક પોલીસ ઓફિસરે ‘Te amo’ એટલે કે હું તને પ્રેમ કરું છું એવું પણ લખ્યું હતું.

મહિલાએ તે ચલાનનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને થોડા જ સમયમાં તે પોસ્ટ વાઇરલ થઇ ગઈ. ટ્રાફિક ઓફિસર્સે આ ઘટના અંગે તપાસ આદેશ પણ આપી દીધો. આ ચલાન બાબતે અમુક લોકોનો મત એવો હતો કે તે ટ્રાફિક ઓફિસરે ફ્લર્ટ કર્યું તો અમુક લોકો એવું કહી રહ્યા હતા કે ઓફિસરે આવું કરીને છોકરી પર પોતાના હોદ્દાનો રોફ બતાવ્યો.

જો તપાસમાં તે ટ્રાફિક પોલીસ ઓફિસર દોષી સાબિત થયો તો તેને નિયમ મુજબ નોકરીમાંથી કાઢી પણ નાખવામાં આવે.

X
A traffic policeman fined a driver for circling with excess beauty in Uruguay

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી