જાપાન / ટોલ ફ્રી નંબર પર 8 દિવસમાં 24 હજાર વખત ફોન કરવા માટે 71 વર્ષના વૃદ્ધની ધરપકડ કરવામાં આવી

A 71-year-old man was arrested for calling toll-free numbers 24,000 times in 8 days in Japan

કોલ દરમિયાન આકાતોશીએ પ્રતિનિધિને તેની માફી માંગવા માટે કહ્યું હતું
આકાતોશીએ તમામ ફોન પબ્લિક પે ફોનથી ફરિયાદ કરવા માટે કર્યા હતા

Divyabhaskar.com

Dec 03, 2019, 06:36 PM IST

ટોક્યો: ટેલિફોન કંપનીના ટોલ ફ્રી નંબર પર અનેક કોલ આવતા હોય છે. જાપાનની એક ટેલિફોન કંપનીને 8 દિવસમાં 24 હજાર વખત ફોન કરનાર આકાતોશીની ધરપકડ કરાવી છે. ગત અઠવાડિએ આ વૃદ્ધને કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ધરપકડ કરવામાં આવી છે.

પોલિસના જણાવ્યા અનુસાર આકાતોશીએ પબ્લિક પે ફોનથી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીના કસ્ટમર કેરમાં 8 દિવસમાં 24 હજાર વખત ફોન લગાવ્યા છે. તે દરમિયાન કસ્ટરમર કેર પ્રતિનિધિ સાથે તેમણે ખરાબ રીતે વાતચીત કરી હતી.

આ તમામ કોલ્સ ફરિયાદ માટેના હતા. કોલ દરમિયાન આકાતોશીએ પ્રતિનિધિને તેની માફી માંગવા માટે કહ્યું હતું.

વૃદ્ધોની વધતી જતી સંખ્યા એક સમસ્યા
જાપાનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. તેને લીધે અનેક સામાજિક સમસ્યાઓ જોવા મળી રહી છે. વૃદ્ધોને લીધે માર્ગ અકસ્માતમાં વધારો થયો છે.

X
A 71-year-old man was arrested for calling toll-free numbers 24,000 times in 8 days in Japan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી