જાપાન / ટોક્યોમાં સુનામીમાં વિનાશ પામેલા જંગલના લાક્ડાઓમાંથી 5માળનું નવું સ્ટેડિયમ તૈયાર થયું

  • 60 હજાર લોકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ આશરે 10 હજાર કરોડ રૂપિયામાં તૈયાર થયું છે
  • આ સ્ટેડિયમને જાપાનના આર્કિટેક કેંગો કુમાએ ડિઝાઇન કર્યું છે
  • આ સ્ટેડિયમમાં પ્રથમ ઈવેન્ટ એમ્પરર ફૂટબોલની ફાઇનલ ગેમ રમાશે
  • સ્ટેડિયમમાં ટોક્યો ઓલિમ્પિક 2020 24 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી યોજાશે

Divyabhaskar.com

Dec 02, 2019, 05:59 PM IST

ટોક્યો: જાપાનમાં આવતા વર્ષે યોજાનાર ટોક્યો ઓલિમ્પિક ઇવેન્ટ માટે મુખ્ય સ્ટેડિયમ બની ગયું છે. આ સ્ટેડિયમમાં 875 લાકડાઓનો ઉપયોગ કરવામા આવ્યો છે. તેમાં 2000 ઘન મીટર દેવદારના વૃક્ષના લાકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાકડાઓને વર્ષ 2011માં આવેલી સુનામીના 47 અસરગ્રસ્ત વિસ્તારમાંથી લાવવામાં આવ્યા છે.


સ્ટેડિયમમા લોકો પ્રકૃતિથી જોડાયેલા રહે અને તેમને ગરમી ન લાગે તે માટે દેવદારના લાકડાઓનો ઉપયોગ કરવામા આવ્યો છે. સ્ટેડિયમમાં 185 મોટા પંખા અને 8 કૂલિંગ નોઝલ લગાવવમાં આવ્યા છે. 60 હજાર લોકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ આશરે 10 હજાર કરોડ રૂપિયામાં તૈયાર થયું છે. આ સ્ટેડિયમને જાપાનના આર્કિટેક કેંગો કુમાએ ડિઝાઇન કર્યું છે.

1 જાન્યુઆરીએ પ્રથમ ટૂર્નામેન્ટ યોજાશે
આ સ્ટેડિયમમાં પ્રથમ ટૂર્નામેન્ટ વર્ષ 2020માં 1 જાન્યુઆરી યોજાશે. આ દિવસે સ્ટેડિયમમાં એમ્પરર ફૂટબોલની ફાઇનલ ગેમ રમાશે. સ્ટેડિયમમાં ટોક્યો ઓલિમ્પિક 24 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ સુધી યોજાશે. 25 ઓગસ્ટથી લઈને 6 ડિસેમ્બર સુધી સ્ટેડિયમમાં પેરાલિમ્પિક યોજાશે.

ઈ-વેસ્ટથી બનેલાં 5000 મેડલ આપવામા આવશે
ઓલિમ્પિકના 60% વેન્યૂ રી-યુઝ્ડ અને રિસાયકલ વસ્તુઓમાંથી બનાવવામાં આવી રહ્યા છે. આ સ્ટેડિયમની તમામ લાઇટ્સ સોલર ઊર્જા પર રન કરશે. ઓલિમ્પિકમાં ઈ-વેસ્ટથી બનેલાં 5000 મેડલ આપવામાં આવશે. ઈ-વેસ્ટ માટે 80 હજાર યુઝ્ડ મોબાઈલ ફોન, સ્માર્ટફોન અને ટેબ્લેટનો ઉપયોગ કરવામા આવ્યો છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી