અમેરિકા / મિસ વર્જિનિયા સ્પર્ધામાં વિજ્ઞાનનો પ્રયોગ બતાવી 24 વર્ષીય કૈમિલી શ્રીઅર વિજેતા બની

24 year old contestant won miss virginia contest by showing scientific experiment

 • બાયોકેમિસ્ટ કેમિલી શ્રીઅર 'વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી'થી ફાર્મસીમાં ડોક્ટરેટ કરી રહી છે 
 • એક બીકર (કાચના જાર)માં કેમિકલના મિશ્રણથી કલરફુલ ફીણનું ઝરણું બનાવી સૌને મંત્રમુગ્ધ કર્યા 
 • વિજેતા બન્યા બાદ આગામી સપ્ટેમ્બરમાં યોજાનાર મિસ અમેરિકા સ્પર્ધામાં પણ ભાગ લેશે 

Divyabhaskar.com

Jul 11, 2019, 02:35 PM IST

અજબ ગજબ ડેસ્ક: સૌંદર્ય સ્પર્ધા યાને કે બ્યુટી કોન્ટેસ્ટની વાત નીકળે એટલે આપણા મનમાં જાતભાતનાં ફેન્સી કપડાં પહેરીને રેમ્પ પર કેટ વોક કરતી સુંદરીઓ જ મગજમાં આવે. પરંતુ કોઇ બ્યુટી કોન્ટેસ્ટમાં વિજ્ઞાનનો પ્રયોગ થાય અને તેને કારણે કોઇ સ્પર્ધક વિજેતા થાય તેવું માનવામાં આવે ખરું? અમેરિકાની 'મિસ વર્જિનિયા' સ્પર્ધામાં ખરેખર એક યુવા સ્પર્ધકે સ્ટેજ પર અનોખો સાયન્ટીફિક પ્રયોગ કરીને આ પેજન્ટ જીતી લીધું છે. તે સ્પર્ધકનું નામ છે કેમિલી શ્રીઅર. 24 વર્ષની કેમિલી 'વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી'માંથી ફાર્મસીમાં ડોક્ટરેટ કરી રહી છે. તેની પાસે વિજ્ઞાનમાં અંડર ગ્રેજ્યુએશનની બે ડિગ્રી પણ છે. મિસ વર્જિનિયા સ્પર્ધાના ટેલેન્ટ રાઉન્ડમાં તે સફેદ લેબકોટ અને હાથમોજાં પહેરીને આવી હતી. કેમિલીએ એક બીકર (કાચનો જાર)માં થોડાક કેમિકલનું મિશ્રણ કરીને કલરફુલ ફીણનું ઝરણું બનાવ્યું હતું. આ પ્રયોગને 'એલિફન્ટ ટૂથપેસ્ટ રિએક્શન' પણ કહેવાય છે. કેમિલીએ કહ્યું કે, તે જાણતી હતી કે તેનું આ હટકે પ્રદર્શન જોખમી છે. તેમ છતાં તે આ પ્રયોગ બતાવવા માટે ઉત્સુક હતી.

પરંપરા તોડીને વૈજ્ઞાનિક પ્રયોગ રજૂ કર્યો
કેમિલીના જણાવ્યા અનુસાર સૌંદર્ય સ્પર્ધાઓમાં સામાન્ય રીતે નૃત્ય-ગીત રજૂ કરવાને જ ટેલેન્ટ માનવામાં આવે છે. તે હંમેશાં મર્યાદાઓ તોડીને કંઇક અલગ કરવા માગતી હતી, જેથી તેણે આ પ્રયોગ કરવાનું પસંદ કર્યું. કેમિલીનો આવો અનોખો પ્રયોગ જોઇને આયોજકોએ કેમિલીને વિજેતા જાહેર કરી હતી. આ સ્પર્ધામાં જીત મેળવ્યા બાદ સપ્ટેમ્બરમાં યોજાનારી 'મિસ અમેરિકા' સ્પર્ધામાં પણ કેમિલી ભાગ લેશે. કેમિલી કહે છે કે, 'હું મારી જાતને વિજ્ઞાનના ક્ષેત્રની મહિલા તરીકે સ્થાપિત કરવા ઇચ્છતી હતી. આ પ્રયોગે તે સ્થાપિત પણ કર્યું છે. મેં 'કેટેલિક ડિકમ્પોઝિશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ'નો પ્રયોગ કર્યો હતો.

કેવી રીતે રજૂ કર્યો પ્રયોગ
આ પ્રયોગ કરવા માટે કેમિલીએ એક બીકરમાં સાબુ નાખ્યો હતો, જેથી પ્રયોગ દરમિયાન બનનારો ગેસ તેમાંથી બહાર ન આવી શકે અને વિવિધ કેમિકલ્સના મિશ્રણથી ઉત્પન થતું કલરફુલ ફીણ ઝડપથી બહાર આવી શકે. કેમિલી જ્યારે આ પ્રયોગ કરી રહી હતી ત્યારે તેમના હરીફ પણ એ જાણવા માટે ઉત્સુક હતા કે, આખરે કેમિલી કરી શું રહી છે. પ્રયોગની સફળતા બાદ લોકોનો ઉત્સાહ અને પ્રતિક્રિયા કેમિલી માટે આનંદદાયક હતી. આ પ્રયોગ રજૂ કરવા માટે કેમિલીની માતાએ તેનેપ્રોત્સાહિત કરી હતી.

X
24 year old contestant won miss virginia contest by showing scientific experiment
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી