ચીન / 22 વર્ષના યુવકે પિતાને લક્ઝરી કાર ખરીદવી પડે તે માટે 60 લાખની કાર પર સ્ક્રેચ માર્યા

22-year-old boy in chin screeches on car because his father has to buy luxurious car
22-year-old boy in chin screeches on car because his father has to buy luxurious car

  • માઉબિંગના પિતાએ ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થવા પર લક્ઝરી કાર અપાવવાનો વાયદો કર્યો હતો
  • પિતાએ 1 વર્ષથી વાયદો પૂરો ન કરતા માઉબિંગને કાર પર સ્ક્રેચ કરવાનો વિચાર આવ્યો
  • માઉબિંગને નાનપણથી જ લક્ઝરી કારનો શોખ હતો અને કાર ખરીદવા કેટલાક પૈસા પણ ભેગા કર્યા હતા

Divyabhaskar.com

Dec 09, 2019, 11:28 AM IST

બેઇજિંગ: યુવાઓને લક્ઝરી કારની સવારી વધારે પસંદ હોય છે. માતા-પિતા યુવાનોને લક્ઝરી કાર અપાવે તે માટે તેઓ અનોખા પ્રયોગો કરતા હોય છે. ચીનમાં આવો જ એક પ્રયોગ કરવા માટે માઉબિંગ નામના 22 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

માઉબિંગે જિયાંગ્શી સ્થિત BMWના એક શૉ-રૂમમાં જઈને 60 લાખની એક કાર પર સ્ક્રેચિસ માર્યા હતા. તેથી તેના પિતાને આ કાર ખરીદવી પડે. માઉબિંગના પિતાએ તેને વાયદો કર્યો હતો કે જો તે ડ્રાઈવિંગ ટેસ્ટમાં પાસ થઈ જશે તેને એક લક્ઝરી કાર અપાવશે. માઉબિંગને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરે 1 વર્ષથી વધારે સમય પસાર થવાથી તેણે કારને સ્ક્રેચિસ મારવાનો વિચાર આવ્યો હતો.

માઉબિંગને નાનપણથી જ લક્ઝરી કારનો શોખ હતો. કારની ખરીદી માટે યુવકે કેટલાક પૈસા પણ ભેગા કર્યા હતા. પિતાએ વાયદો પૂરો ન કરતા તેણે કારને સ્ક્રેચિસ માર્યા હતા.

શૉ-રૂમના મેનેજરને આ વાતની જાણ થતાં જ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ યુવકની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા CCTVની તપાસ ચાલી રહી છે.

X
22-year-old boy in chin screeches on car because his father has to buy luxurious car
22-year-old boy in chin screeches on car because his father has to buy luxurious car
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી