• Home
  • Ajab-Gajab
  • Na Hoy
  • While the passengers were waiting for the flight, the police arrested the accused pilot of the Murder case

ના હોય / મુસાફરો ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા તેવામાં પોલીસે 3 મર્ડર કેસના આરોપી પાઇલટની ધરપકડ કરી

divyabhaskar.com

May 13, 2019, 06:43 PM IST
While the passengers were waiting for the flight, the police arrested the accused pilot of the Murder case

અજબ-ગજબ ડેસ્કઃ શનિવારે અમેરિકામાં લ્યુવલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. શનિવારે પોલીસે પીએસએ એરલાયન્સના 51 વર્ષીય પાઇલટ રિચર્ડ માર્ટિનની ત્રણ લોકોની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. લ્યુવલ અમેરિકાના કેન્ટકી રાજ્યનું સૌથી મોટું શહેર છે.

જોવાની વાત તો એ છે કે, આરોપી પાઇલટની ફ્લાઇટ ઉડાનના થોડા સમય પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી. એરપોર્ટ પર હાજર યાત્રિકોને લાગ્યું કે, ડ્યૂટી દરમિયાન આલ્કોહોલ પીવાના મામલે પાઇલટની ધરપકડ થઈ છે, પરંતુ હકીકત જાણ્યાં બાદ મામલો તો કંઈક જુદો જ બહાર આવ્યો હતો.

અચાનક પાઇલટની ધરપકડ થતાં હાજર મુસાફરોએ એરપોર્ટની ઓથોરિટી સાથે આ મામલે પૂછપરછ કરી હતી. પેસેંજર ફ્રાન્સિસ વાઈઝે કહ્યું કે, પોલીસ જ્યારે આવીને પાઇલટ રિચર્ડ માર્ટિનને તેની સાથે લઇ ગઈ ત્યારે એરપોર્ટ પર વાતાવરણ ઘણું ગંભીર હતું. પોલીસે કહ્યું કે, આ ધરપકડ આશરે 5 વર્ષ બાદ થઈ છે. 51 વર્ષીય રિચર્ડ માર્ટિને વર્ષ 2015માં ત્રણ લોકો કેલ્વિન,પમેલા ફિલિપ્સ અને એડવર્ડની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેણે શહેર બદલી નાખ્યું હતું.

પીએસએ એરલાયન્સ અમેરિકન એરલાયન્સની પાર્ટનર છે. અમેરિકન એરલાયન્સે કહ્યું કે, માર્ટિન પર લાગેલા કથિત આરોપો સાંભળીને અમે સૌ હેરાન થઈ ગયા છે. જાન્યુઆરી, 2018થી માર્ટિન અમારી સાથે કામ કરી રહ્યો છે. તેને નોકરી આપતાં પહેલાં અમે તેનું બેકગ્રાઉન્ડ ચેક કર્યું હતું, પણ તેમાં કોઈ ક્રિમિનલ રેકોર્ડની હિસ્ટરી નહોતી મળી.

આરોપીને સજા મળતાં ત્રણેય મૃતકોના પરિવાર ખુશ થયા છે. 5 વર્ષથી તેઓ ન્યાય ઝંખી રહ્યા હતા.

X
While the passengers were waiting for the flight, the police arrested the accused pilot of the Murder case
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી