રેકોર્ડ / 46 વર્ષીય બિઝનેસમેને 119 કિમી પ્રતિ કલાકની ઝડપે રિક્ષા ચલાવી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

divyabhaskar.com

May 15, 2019, 09:27 AM IST
UK businessman reaches highest speed on Tuk Tuk to set Guinness World Records
UK businessman reaches highest speed on Tuk Tuk to set Guinness World Records

  • 18 લાખ રૂપિયાનો ખર્ચો રિક્ષામાં કર્યો
  • મિત્રના લગ્નમાં પણ રિક્ષા લઈને ગયા હતા

અજબ-ગજબ ડેસ્ક: બ્રિટનના બિઝનેસમેન મેટ એવરર્ડે ઓટો રિક્ષા (ટુક-ટુક)ને સૌથી ઝડપી ચલાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 46 વર્ષીય મેટે 119 કિમી પ્રતિ કલાકની ઝડપે રિક્ષા ચલાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. પહેલાં તેમણે વર્લ્ડ રેકોર્ડ માટે ટુક-ટુકને 110 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર ચલાવવાનું ધ્યેય રાખ્યું હતું.

ચેટ એવરર્ડે પોતાના પિતરાઈ ભાઈ રસેલ શેરમન સાથે યોર્કશાયર દેશમાં ટુક-ટુક દોડાવી હતી. આ રેકોર્ડ મામલે ઇંગ્લેન્ડના બિઝનેસમેને કહ્યું કે, મને રિક્ષા ચલાવ્યા પછી હું ચાંદ પર ફરી આવ્યો તેવો અનુભવ થયો હતો. મારા લક્ષ્ય કરતાં વધારે સ્પીડમાં રિક્ષા ચલાવીને હું ઘણો ખુશ છું.

તેમણે રિક્ષાને ઈબે(eBay) પરથી ખરીદી હતી. મેટે 18 લાખ રૂપિયાનો ખર્ચો રિક્ષામાં કર્યો હતો અને તેમાં 1300 CCનું પાવરફુલ એન્જિન લગાવ્યું હતું.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે, થાઈલેન્ડમાં મેટ તેના મિત્રના લગ્નમાં ટુક-ટુક લઈને ગયા હતા. ત્યાંના આજુબાજુના વિસ્તારમાં પણ તેઓ પોતાની રિક્ષામાં જ ફર્યા હતા. રસ્તા પર પસાર થતી મેટની ટુક-ટુકે સૌનું ધ્યાન ખેચ્યું હતું.

X
UK businessman reaches highest speed on Tuk Tuk to set Guinness World Records
UK businessman reaches highest speed on Tuk Tuk to set Guinness World Records
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી