એકતા / આસામના મુસ્લિમ યુવકે હિંદુ દર્દીને બ્લડ ડોનેટ કરવા માટે પોતાના રોજા તોડી નાખ્યા

The Muslim youth of Assam broke their roja for Hindu patient to donate blood

divyabhaskar.com

May 15, 2019, 01:16 PM IST

અજબ-ગજબ ડેસ્ક: વાત જ્યારે કોઈને મદદ કરવાની આવે છે, ત્યારે ધર્મની રેખા ભૂંસાઈ જાય છે. આ વિધાન આસામના મુસ્લિમ યુવકે સાબિત કરી બતાવ્યું છે. પનાલ્લાહ અહમદે અજાણ્યા હિંદુ વ્યક્તિને બ્લડ ડોનેટ કર્યુ. આ માટે તેણે રોજા પણ તોડી દીધા હતા.

અહમદને એક અજાણ્યા વ્યક્તિનું જીવન બચાવવા માટે બ્લડ ડોનેશન કરવા તેના મિત્ર તપશ ભગવતીનો ફોન આવ્યો હતો. તપશ અહમદ સાથે નોકરી કરે છે અને બંને લોકો આસામમાં સાથે રહે છે.

મિત્રનો ફોન આવતા મુસ્લિમ યુવક અહમદ એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર હોસ્પિટલ દોડી ગયો હતો. ત્યાં તેણે આસામના ધેમજી શહેરના હિંદુ યુવક રંજન ગોગોઈને લોહી આપીને તેની જિંદગી બચાવી લીધી હતી. રંજનને કેન્સરની ગાંઠ હતી. ગુવાહાટીની એપોલો હોસ્પિટલમાં તેના ઓપરેશન માટે લોહીની જરૂર પડી હતી. પોતાને ઓળખતો ન હોવા છતાં બ્લડ ડોનેશન કરવા બદલ રંજને અહમદનો આભાર માન્યો હતો.

રસપ્રદ વાત તો એ છે કે, આ લોહીની જરૂર પડી તે સમયે અહમદના રોજા ચાલતા હતા. બ્લડ ડોનેશન કરવા માટે ભોજન કરીને પોતાનો ઉપવાસ તોડી નાખ્યો હતો. અહમદ અને તપશ ગુવાહાટીની સ્વાગત સુપર સ્પેશિયાલિટી સર્જિકલ હોસ્પિટલના કર્મચારી છે અને વારંવાર તેઓ બ્લડ ડોનેટ કરતા રહે છે.

'રોજા' ઉપવાસ માટેનો અરબી શબ્દ છે. મુસ્લિમ લોકો રમઝાન માસ દરમિયાન રોજા રાખે છે અને દિવસ દરમિયાન કશું જ ખાવા, પીવા તથા અન્ય મોજશોખથી દૂર રહી, ઇશ્વરની પ્રાર્થનામાં લીન રહે છે.

X
The Muslim youth of Assam broke their roja for Hindu patient to donate blood
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી