ઇન્ડોનેશિયા / માતા વગરનું ગામ, જેમાં મા નોકરી કરવા બાળકોને એકલા મૂકીને વિદેશ જાય છે અને સંતાનો પિતા સંભાળે છે

The children growing up in a motherless village
X
The children growing up in a motherless village

divyabhaskar.com

May 15, 2019, 10:40 AM IST

અજબ-ગજબ ડેસ્ક: દુનિયાના દરેક લોકોને 'મા' વગરનું ઘર સૂનું લાગે છે. પૂર્વ ઇન્ડોનેશિયામાં એક ગામ એવું પણ છે, જ્યાં કોઈના ઘરમાં માતા નથી. આ ગામની દરેક માતાઓ તેમના પરિવારથી દૂર રહીને વિદેશમાં નોકરી કરવા માટે જાય છે. ઇન્ડોનેશિયાના લોકો આ ગામને 'મા વગરનું ગામ' કહે છે. માતા કમાણી માટે બહાર જતાં બાળકોને મોટા કરવાની જવાબદારી પિતાની હોય છે. તો અમુક જગ્યાએ પાડોશી પણ બાળકોને ઉછેર કરવાની જણાવદારી લઇ લે છે.

ઘણા બાળકો એવા પણ છે જેમના માતા પિતા બંને વિદેશમાં રહે છે. તેવામાં ગામમાં એવી સ્કૂલ છે, જ્યાં ભણવાની સાથોસાથ રહેવાની અને જમવાની સુવિધા પણ તેમને આપવામાં આવે છે. આ સ્કૂલો સ્થાનિક લોકો અને માઈગ્રેટ રાઈટ ગ્રુપ દ્વારા ચલાવાય છે.

વિદેશમાં જવાનું કારણ 

નાનકડાં ગામમાં નોકરીની કોઈ તક ન હોવાથી મોટા ભાગની મહિલાઓને વિદેશમાં નોકરી કરવા નાછુટકે જવું પડે છે. આ ગામની માતાઓનું મુખ્ય લક્ષ્ય પૈસા કમાઈને તેમના સંતાનોને સારી શિક્ષા અને યોગ્ય જીવન આપવાનું છે. ગામના મોટા ભાગના પુરુષો ખેતી કે મજૂરી કરીને ઘર ચલાવે છે, જ્યારે મહિલાઓ વિદેશમાં નોકર કે નેનીનું કામ કરે છે. પૂર્વ ઇન્ડોનેશિયાની મહિલાઓનો વિદેશ જઈને નોકરી કરવાનો સિલસિલો વર્ષ 1980થી ચાલુ છે.

વિદેશ મહિલાઓને ત્રાસ
વિદેશમાં નોકરી કરવું ઇન્ડોનેશિયાની સ્ત્રીઓ માટે સહેલું નથી. અનેક માલિકોના અત્યાચારો સામે તેઓ અડીખમ ઉભા રહે છે. ઘણી માતા પોતાના વતન કફનમાં લપેટાઈને આવે છે. તો બીજી મહિલાઓને મહેનતાણું આપ્યા વગર જ નોકરીમાંથી કાઢી મૂકે છે. ઘણી માતાને વિદેશમાં જબરદસ્તી કરેલા શારીરિક સંબંધનો સામનો પણ કરવો પડે છે, આ જ કારણે ગામના ઘણા બાળકોના ચહેરા તેમના માતા-પિતાથી અલગ છે.

1

મા વિનાના બાળકોનું દર્દ

મા વિનાના બાળકોનું દર્દ

આ જ મુશ્કેલીમાંથી હાલ 18 વર્ષની ફાતિમા પસાર થઈ રહી છે. લોકો તેની સામે આશ્ચર્યથી જોવે છે. ફાતિમા કહે છે કે, ગામવાસીઓ મને સુંદર છોકરી કહીને બોલાવે છે. હું અરબની છું તેવું એમનું માનવું છે, પરંતુ મારો ચહેરો તે લોકો જેવો ન હોવાથી મને સ્કૂલમાં બધા ચિડવે છે. મેં સાઉદી અરેબિયામાં રહેતા મારા પિતાને 18 વર્ષમાં ક્યારેય નથી જોયા, પરંતુ તે મને પૈસા મોકલતા હતા. થોડા સમય પહેલાં જ તેમનું મૃત્યુ થયુ હતુ. શરૂઆતમાં પૈસાની ઘણી તંગી પડી હતી, પણ હવે મારી માતાએ ત્યાં નવી નોકરી શોધી લીધી છે.

2

માની ગેરહાજરી

માની ગેરહાજરી

કરીમતુલ અદિબિયાની મમ્મી તેને 1 વર્ષની ઉંમરમાં છોડીને જતી રહી હતી. તેને પોતાની માતા સાથે વિતાવેલી એક પણ ક્ષણ યાદ નથી. માની ગેરહાજરીમાં તેની દેખભાળ કાકી કરે છે. તેણે કહ્યું કે, મને યાદ છે કે એક વખત મારી માતા ફોન પર મારી કાકી સાથે લડી રહી હતી કે મારી દીકરી મને કેમ ઓળખતી નથી! મને મારી માતા પર બહુ ગુસ્સો આવે છે. મારી નાની ઉંમરમાં જ નોકરી માટે તે મને મૂકીને જતી રહી હતી.

3

વીડિયો કોલ પર  વાત

વીડિયો કોલ પર  વાત

હાલ કરીમતુલ હાલ 13 વર્ષની છે. તે રોજ તેની માતા સાથે વીડિયો કોલ પર  વાત કરે છે. બંને વચ્ચે મેસેજની આપ-લે પણ થાય છે, તેમ છતાં આજે પણ મા-દીકરીના સંબંધ જેવી મધુરતા તેમના વચ્ચે નથી. કરીમતુલ હાલ જે કાકી સાથે રહે છે તે કુલ 9 બાળકોને સાચવે છે, જેમાંથી એક સંતાન તેમનું છે. બાકીના બાળકોની માતા વિદેશમાં નોકરી કરવા ગઈ છે.એલી સુસિયાવટીએ કહ્યું કે, હું જ્યારે 11 વર્ષની હતી ત્યારે મારી મા મને દાદી સાથે મૂકીને નોકરી કરવા વિદેશ જતી રહી હતી. સાઉદી અરેબિયામાં તે હેલ્પરની નોકરી કરે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી