અમેરિકા / ફ્લોરિડામાં 'ટેમ્પલ ફાયર'ની વિધિ થઈ, હિંસામાં જીવિત રહેલા લોકોનાં દુઃખ દૂર થાય છે એવી માન્યતા

Temple of Time fire in florida US
Temple of Time fire in florida US
Temple of Time fire in florida US

  • આ વિધિ માટે ટેમ્પરરી લાકડાંનું મંદિર બનાવવામાં આવે છે 
  • મંદિરનું દહન મૃતકો અને પીડિતોના પરિવારની હાજરીમાં કરવામાં આવે છે 
  • વિધિનો ખર્ચો ન્યૂ યોર્ક શહેરના મેયરે ઉપાડ્યો

divyabhaskar.com

May 22, 2019, 10:09 AM IST

અજબ-ગજબ ડેસ્ક: રવિવારે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં કોરલ સ્પ્રિંગ વિસ્તારમાં 4 હજાર લોકોની હાજરીમાં 'ટેમ્પલ ફાયર'ની ધાર્મિક વિધિ થઈ હતી. આ રિવાજ માટે 35 ફૂટ ઊંચું લાકડાંના બોક્સમાંથી મંદિર બનાવ્યું હતું, જેને બનાવવા માટે આશરે 2 અઠવાડિયાંનો સમય લાગ્યો હતો. મંદિરનો ફેલાવો 1600 વર્ગફીટ હતો. આ ટેમ્પલ પાછળ સ્થાનિક લોકોની માન્યતા છે કે, લાકડાંનું દહન થવાથી પીડિતો અને હિંસામાં જીવિત રહેલા લોકોના દુઃખ દૂર થાય છે.

'ટેમ્પલ ઓફ ટાઈમ'

'ટેમ્પલ ફાયર' માટે માટે ભારતીય શૈલી પ્રમાણે હોળી દહન જેવો આકાર આપવામાં આવ્યો હતો. 14 ફેબ્રુઆરી,2018ના રોજ અમેરિકામાં આરોપી ગનમેને હાઈસ્કૂલમાં કરેલા ગોળીબારમાં 17 લોકોના મોત થયા હતા. મૃતકોના આત્માની શાંતિ માટે અને પીડિતો માટે આ વિધિ કરવામાં આવી હતી જેને 'ટેમ્પલ ઓફ ટાઈમ' નામ આપ્યું હતું.

આ ધાર્મિક વિધિનો ખર્ચો ન્યૂ યોર્ક શહેરના મેયરના બ્લૂમબર્ગ ફાઉન્ડેશને ઉપાડ્યો હતો. ટેમ્પલ ફાયરની પ્રક્રિયા દરમિયાન સ્થળ પર હાજર લોકોને કોઈ ઈજા ન થાય તે માટે ફાયર એન્જિન હાજર હતાં. આ એન્જિને જગ્યાને ચારેય તરફથી ઘેરી લીધી હતી. હિંસામાં મૃત્યુ પામેલા અને પીડિતોના પરિવાર 'ટેમ્પલ ફાયર' વખતે ભાવુક થઈ ગયા હતા.

X
Temple of Time fire in florida US
Temple of Time fire in florida US
Temple of Time fire in florida US
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી