મલેશિયા / 16 વર્ષની ટીનેજરે ઇન્સ્ટાગ્રામ પોલમાં પૂછ્યું-મારે મરવું જોઈએ?, 69% લોકોએ 'હા' પાડતા આત્મહત્યા કરી લીધી

Teenage girl in Malaysia committed suicide after Instagram Poll

divyabhaskar.com

May 16, 2019, 10:17 AM IST

અજબ-ગજબ ડેસ્ક: આજકલની યંગ જનરેશન સોશિયલ મીડિયા પાછળ ઘેલી બની ગઈ છે. આ ગાંડપણ પાછળ મલેશિયામાં એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. 16 વર્ષની ટીનેજરે સોશિયલ મીડિયામાં લોકોની સલાહ લઈને આત્મહત્યા કરી દીધી.

ઇન્સ્ટાગ્રામ પર ટીનેજરે એક પોસ્ટ દ્વારા તેના મિત્રોને પૂછ્યું કે, મારે આત્મહત્યા કરવી જોઈએ કે નહીં? 13 મે ના રોજ બપોરે 3 વાગે તેણે આ પોસ્ટ કરી હતી. જેમાં 69 ટકા લોકોએ તેના આત્મહત્યા કરવાના નિર્ણયમાં સમર્થન કર્યું હતું. તેના મિત્રોની સલાહ માનીને માનીને તેણે એક દુકાનના ત્રીજા માળ પરથી કૂદકો મારીને જીવન ટૂંકાવી દીધું હતું. તેની ડેડ બોડી પોલીસને રાત્રે 8 વાગ્યે મળી.

પોસ્ટ મામલે પોલીસે જણાવ્યું કે, ટીનેજરે ઇન્સ્ટગ્રામના પોલમાં લખ્યું કે, મને પ્લીઝ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરો, 'ડી' કે 'એલ'? મોટા ભાગના લોકોએ 'ડી' ને પસંદ કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, 'ડી' એટલે ડેથ અને 'એલ' મતલબ લાઈફ. માત્ર ઇન્સ્ટાગ્રામ જ નહીં પણ મરતાં પહેલાં તેણે ફેસબુકમાં પણ સ્ટેટસ બદલી દીધું હતું.

આત્મહત્યાનું કારણ

ટીનેજરે તેના પરિવારની સમસ્યાને કારણે આ નિર્ણય લીધો હતો. એના સાવકા પિતાએ વિયેતનામની એક મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. આથી તે જિંદગીમાં એકલાપણું અનુભવતી હતી.પોલીસ ઓફિસર એદિલ બૉલ્હાસને કહ્યું કે, અમને ઘટનાસ્થળ પરથી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી તેથી આ આત્મહત્યાનો જ મામલો છે.

નોર્થ-વેસ્ટ રાજ્ય પેનાંગના સાંસદ અને વકીલ રામકૃષ્ણ સિંહે કહ્યું કે, આ ઘટનામાં ટીનેજરને સ્યૂસાઇડ કરવામાં સોશિયલ મીડિયા પર સમર્થન આપનારા લોકો સામે પણ કાર્યવાહી થવી
જોઈએ.

તો બીજી તરફ ઇન્સ્ટાગ્રામના ઓફિસર ચિંગ યી વોગે કહ્યું કે, મૃતક ટીનેજરના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે. સોશિયલ મીડિયા પર આવો વ્યવહાર ન કરવા માટે હું યુઝર્સને વિનંતી કરું છું. જો કોઈ જોખમ લાગે તો ઇમર્જન્સી ટૂલનો ઉપયોગ કરવો જોઈએ.

X
Teenage girl in Malaysia committed suicide after Instagram Poll

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી