ઉકેલ / કાર્બન ડાયોક્સાઇડ ગેસ સર્વાધિક સ્તરે પહોંચ્યો, પર્યાવરણ બચાવવા માટે વિજ્ઞાનીઓ તેને ભેખડોમાં ફેરવી રહ્યા છે

Scientists in Iceland unveil technique to trap carbon dioxide in Rock

  • અમેરિકાની માઉના લેબમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 415 પીપીએમથી વધુ મપાયું 
  • એક ટન કાર્બન ડાયોક્સાઇડને ભેખડમાં ફેરવવા 25 ટન પાણીની જરૂર પડે
  • આ પ્રોસેસથી માત્ર 2 વર્ષમાં જ બધો સીઓ2 ખનીજમાં ફેરવાઇ જશે

divyabhaskar.com

May 16, 2019, 08:31 AM IST

અજબ-ગજબ ડેસ્ક: ધરતીનું તાપમાન વધારતા કાર્બન ડાયોક્સાઇડ (સીઓ2) ગેસનું સ્તર અત્યાર સુધીની ઐતિહાસિક ઊંચાઇએ પહોંચી ગયું છે. અમેરિકાના હવાઇમાં માઉના લેબ ઓબ્ઝર્વેટરીમાં શનિવારે સવારે સીઓ2નું સ્તર 415.26 પાર્ટ્સ પર મિલિયન (પીપીએમ) મપાયું હતું. કાર્બન ડાયોક્સાઇડનું સ્તર આ પહેલી વાર 415 પીપીએમથી વધુ જણાયું છે.

ઉપાય
જોકે, રાહતની વાત એ છે કે વિજ્ઞાનીઓએ તેને ઘટાડવાનો રસ્તો પણ શોધી કાઢ્યો છે. વિજ્ઞાનીઓ હવે આ ખતરનાક ગ્રીનહાઉસ ગેસને ભેખડોમાં બદલી રહ્યા છે. તેના કારણે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર ઘટવા સાથે જ ઇંધણ બનાવવાની પ્રક્રિયા ટૂંકી કરવાનો રસ્તો પણ શોધી લેવાયો છે. આ ટેકનિકથી આઇસલેન્ડમાં કાર્બફિક્સ પ્રોજેક્ટ હેઠળ શોધ કરાઇ છે. તેમાં આઇસલેન્ડ યુનિવર્સિટી, ફ્રાન્સના નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીએ યોગદાન આપ્યું છે.

વર્કિંગ
પ્રોજેક્ટના નિયામક એડા અરાદોતિરના જણાવ્યા અનુસાર, નવા રસ્તામાં સૌથી પહેલા પર્યાવરણમાં રહેલા સીઓ2ને વરાળની મદદથી કન્ટેનર્સમાં બંધ કરી દેવાય છે. ત્યાર બાદ ગેસને પાણીમાં ભેળવાય છે અને પછી તે પ્રવાહીને પાઇપની મદદથી સેંકડો કિ.મી. દૂર રહેલી ભેખડોમાં ભારે દબાણ પર જમાવી દેવાય છે. આ ભેખડો જમીનથી અંદાજે 3300 ફૂટ નીચે હોય છે. પાણીમાં રહેલો સીઓ2 ભેખડમાં રહેલા કેલ્શિયમ, મેગ્નેશિયમ કે આયર્નના સંપર્કમાં આવતાં જ તેનું ખનીજમાં રૂપાંતર શરૂ થઇ જાય છે. આ પ્રોસેસથી માત્ર 2 વર્ષમાં જ બધો સીઓ2 ખનીજમાં ફેરવાઇ જાય છે જ્યારે ભેખડને કુદરતી રીતે સીઓ2 શોષતાં હજારો વર્ષ લાગે છે.

એક ટન કાર્બન ડાયોક્સાઇડને ભેખડમાં ફેરવવા 25 ટન પાણીની જરૂર પડે
જે પાવર પ્લાન્ટ પર વિજ્ઞાનીઓએ આ રિસર્ચ કર્યું ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અંદાજે 33% સુધી ઘટી ગયું. જોકે, વિશ્વના અન્ય કોઇ ભાગમાં આ પ્રયોગ સફળ રહેશે કે નહીં તે ત્યાંની સ્થિતિ પર નિર્ભર કરશે. તેનું કારણ એ છે કે એક ટન સીઓ2ને ભેખડમાં ફેરવવા અંદાજે 25 ટન પાણીની જરૂર પડે છે. ગ્લેશિયરની નજીક હોવાના કારણે આઇસલેન્ડ માટે આ ટેકનિક ઘણી ફાયદાકારક છે પણ અન્ય દેશોમાં પાણીની અછત હોવાથી આ એક મોટો મુદ્દો બની ગયો છે.

X
Scientists in Iceland unveil technique to trap carbon dioxide in Rock
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી