પોલેન્ડ / 29 વર્ષીય મહિલાએ એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો, રાષ્ટ્રપતિએ માતા-પિતાને અભિનંદન પાઠવ્યા

Polish sextuplets surprise parents and doctors expecting five

  • અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટમાં 5 બાળકો જ ડિટેક્ટ થયાં હતાં
  • મહિલાને એક બેબી બોયની સરપ્રાઈઝ ગિફ્ટ મળી

divyabhaskar.com

May 22, 2019, 01:07 PM IST

અજબ-ગજબ ડેસ્ક: સોમવારે યુરોપની મધ્યમાં આવેલા પોલેન્ડ દેશમાં 29 વર્ષીય મહિલાએ એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો હતો. ડોક્ટરના કહ્યાં પ્રમાણે, આ કિસ્સો દેશમાં પ્રથમવાર બન્યો છે. આ 6 બાળકોમાં 2 બેબી બોય અને 4 બેબી ગર્લ છે. પ્રેગ્નન્સીના 29માં અઠવાડિયે સિઝેરિયન ડિલિવરી દ્વારા આ બાળકોનો જન્મ થયો હતો.

સરપ્રાઈઝ ગિફ્ટ
29 વર્ષીય ક્લેઉડિયા માર્ઝેક 6 બેબીના વધામણાંથી ખુશ તો છે જ, પણ સાથે તેને ઝાટકો પણ લાગ્યો છે. કારણ કે, અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટમાં ગર્ભમાં 5 બાળકો ડિટેક્ટ થયા હતા. એક બેબી બોય તેના માટે સરપ્રાઈઝ ગિફ્ટ સમાન છે. તેણે કહ્યું કે, મારા તમામ બાળકોનું વજન 890 ગ્રામ થી 1 કિલોગ્રામની વચ્ચે છે. બધાનું સ્વાસ્થ્ય પણ સારું છે. તેમ છતાં તેમની યોગ્ય દેખભાળ માટે હાલ હોસ્પિટલમાં રાખ્યાં છે.

ક્રેકોઝ યુનિવર્સિટી હોસ્પિટલનાં નિયોનેટોલોજી વિભાગના મુખ્ય પ્રોફેસર રિસલાર્ડે કહ્યું કે, એકસાથે 6 બાળકોનો જન્મ એ પોલેન્ડ દેશનો પ્રથમ કિસ્સો છે. આખી દુનિયામાં આ અનોખો બનાવ છે.

રાષ્ટ્રપતિએ નોંધ લીધી
આ ઘટનાએ પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્ડ્રેઝેજ દુદાનું ધ્યાન પણ ખેંચ્યું હતું.

તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને 6 બાળકોના માતા-પિતા અને હોસ્પિટલનાં ડોક્ટરને અભિનંદન પાઠવ્યા હતા.

X
Polish sextuplets surprise parents and doctors expecting five

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી