શોખ / નોર્વેની મહિલા ઘોડાની જેમ દોડે અને કૂદે છે, લોકોએ 'હોર્સ વુમન' નામ આપ્યું

Norwegian women run like a horse and jump, people name 'horse womens'
Norwegian women run like a horse and jump, people name 'horse womens'
Norwegian women run like a horse and jump, people name 'horse womens'

  • ચાર વર્ષની હતી ત્યારથી તેને કૂતરાની જેમ ચાલવું ખૂબ જ પસંદ હતું
  • એક મહિનામાં જ ઇન્ટરનેટ સ્ટાર બની ગઈ

divyabhaskar.com

May 21, 2019, 09:59 AM IST

અજબ-ગજબ ડેસ્ક: ઘણીવાર દુનિયાના અમુક લોકોના શોખ વિશે તો આપણે વિચારતાં જ રહી જઈએ છીએ. નોર્વેની એક મહિલાનો શોખ પણ તેવો જ કંઈક ઇન્ટરેસ્ટિંગ છે. આયલા કિર્સ્ટાઇન તેની અલગ ઢબથી ચાલવાની રીતને લીધે રાતોરાત ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આયલા ઘોડાની જેમ જ દોડે છે અને કૂદે છે.

આયલાએ ઇન્સ્ટાગ્રામ પર હજુ ગયા મહિને જ એકાઉન્ટ બનાવ્યું હતું. થોડા જ સમયમાં દુનિયાભરમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. માત્ર ઇન્સ્ટાગ્રામ જ નહીં પણ ટ્વીટર પર પણ લોકો તેની પોસ્ટ શેર કરી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે તેને 'હોર્સ વુમન' નામ આપ્યું છે. બીજા એક યુઝરે લખ્યું કે, હાથ-પગથી ચાલવાની તમારી આવડતને સલામ. સોશિયલ મીડિયા પર આયલાના વીડિયોમાં તે ઘોડાની જેમ જ દોડતી અને કૂદતી દેખાઈ છે. 40 હજારથી પણ વધારે લોકો તેના વીડિયો જોઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ શોખ વિશે વાત કરીએ તો, આયલાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, મને કૂતરા ઘણા પસંદ હતા. હું ચાર વર્ષની હતી ત્યારથી મને કૂતરાની જેમ ચાલવું ખૂબ જ પસંદ હતું. શરૂઆતમાં લોકો મારી સામે આશ્ચર્યથી જોતાં પણ મેં હંમેશા તે લોકોની અવગણના જ કરી છે. આવી રીતે ચાલવાથી મને ક્યારેય વાગ્યું નથી કે ક્યારેય શરીરમાં દુખાવો નથી થયો. અમુક લોકો મારા અનોખા શોખને પસંદ કરે છે.

આયલાએ અમુક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એક વીડિયોમાં તે કૂતરાની સાથે રેસ લગાવે છે, તો બીજામાં તે ઘોડાની જેમ ઝડપથી દોડીને કૂદકો મારે છે. તેના વીડિયોએ તેને રાતોરાત ઇન્ટરનેટ સ્ટાર બનાવી દીધી છે.

X
Norwegian women run like a horse and jump, people name 'horse womens'
Norwegian women run like a horse and jump, people name 'horse womens'
Norwegian women run like a horse and jump, people name 'horse womens'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી