મધ્યપ્રદેશ / મુસ્લિમ પિતા-પુત્રએ મહેનતાણું લીધા વિના મંદિર બનાવ્યું, શિક્ષિકાએ એક કરોડ રૂપિયાની જમીન આપી દીધી

Muslim father-son builds temple without remuneration, teacher gives land worth Rs 1 crore

  • શિક્ષિકા મધર્સ ડે પર મંદિર બનાવડાવી માતાની ઇચ્છા પૂરી કરવા માગતી હતી 

divyabhaskar.com

May 14, 2019, 08:35 AM IST

અજબ-ગજબ ડેસ્ક: દેશમાં હિન્દુ-મુસ્લિમની એકતાના અનેક કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે. મધ્યપ્રદેશના કેસલા ગામનાના મુસ્લિમ કારીગર પિતા-પુત્ર રહેમાન અને રિઝવાને 100 દિવસમાં મંદિર બનાવી આપ્યું. તેના માટેનું મહેનતાણું પણ ન લીધું. તેથી મંદિર બનાવડાવનાર શિક્ષિકાએ તેમની ભાવના જોઇ પોતાની 6માંથી એક એકર જમીન તેમને ઇનામમાં આપી દીધી જેની અંદાજિત કિંમત એક કરોડ રૂપિયા છે. શિક્ષિકા સાવિત્રી કેસલામાં જ 15 વર્ષથી કાર્યરત છે. તેે મધર્સ ડે પર મંદિર બનાવડાવી પોતાની માતાની ઇચ્છા પૂરી કરવા માગતી હતી.

મંદિર નિર્માણ પાછળની ગાથા
સાવિત્રીએ જણાવ્યું કે, તેમની માતા ભગવતી શિવલાલે 35 વર્ષ પહેલાં ગામમાં દેરી બનાવી ઇષ્ટદેવી સિદ્ધિદાત્રીની પથ્થરની મૂર્તિ સ્થાપિત કરી હતી. સાવિત્રીને મનમાં એવી ઇચ્છા હતી કે પગભર થઇ જઇશ તો માતાનું મંદિર બનાવડાવીશ. તે સમયમાં જ આંગણવાડીમાં નોકરી મળી ગઇ, પ્રથમ પગાર મળતા માતાનો ચબૂતરો બનાવ્યો. માતા-પિતાનું પિંડદાન કરતી વખતે પોતાનું ઘર બનાવતા પહેલાં માતાનું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને 15 વર્ષની જમાપૂંજી પાંચ લાખમાંથી જાન્યુઆરીમાં મંદિર બનાવવાનું કામ શરૂ કર્યું. જેમાં પાડોશમાં રહેતા રહેમાન અને રિઝવાને સંપૂર્ણ ભાવ સાથે મંદિર નિર્માણનું કામ કર્યું.

X
Muslim father-son builds temple without remuneration, teacher gives land worth Rs 1 crore
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી