ઇન્ટરેસ્ટિંગ / ફ્રાન્સના પ્રસિદ્ધ ચિત્રકાર મોનેટનાં 'મ્યૂલ્સ' ઓઈલ પેઈન્ટિંગની 778 કરોડ રૂપિયામાં હરાજી થઈ

Monet painting sells for record-breaking Rs 778 crore

  • માત્ર 8 મિનિટમાં મોનેટના પેઈન્ટિંગની હરાજી થઈ

divyabhaskar.com

May 16, 2019, 11:18 AM IST

અજબ-ગજબ ડેસ્ક: ફ્રાન્સના પ્રસિદ્ધ ચિત્રકાર મોનેટનું 1890માં બનાવેલું એક ઓઈલ પેઈન્ટિંગ 110 મિલિયન ડોલર એટલે કે 778 કરોડ રૂપિયામાં હરાજી દ્વારા વેચાયું છે. આ પેઈન્ટિંગનું નામ 'મ્યૂલ્સ' છે. મ્યૂલ્સ પેઈન્ટિંગ મોનેટ દ્વારા બનાવેલ સૂકા તણખલાંનાં પેઈન્ટિંગનો એક ભાગ છે.

મોનેટના કોઈ પણ પેઈન્ટિંગ આટલી મોટી રકમમાં લિલામ નથી થયા. સોશિયલ મીડિયામાં લોકોએ પેઈન્ટિંગની કિંમતને રેકોર્ડ બ્રેક પ્રાઇસ કહી હતી.

મોનેટનું વર્ષ 1926માં 86 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેઓ ફ્રેન્ચ ચિત્રકળાની પદ્ધતિના ફાઉન્ડર હતા. જો કે, ઓક્શન હાઉસે આટલી મોટી કિંમત ચૂકવનારા ખરીદદારનું નામ જાહેર કર્યુ નહોતું. માત્ર 8 મિનિટમાં મોનેટના પેઈન્ટિંગની હરાજી થઈ ગઈ હતી.

X
Monet painting sells for record-breaking Rs 778 crore

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી