ઇન્ટરેસ્ટિંગ / સ્લોવેનિયા દેશમાં ક્યાંય કચરાનો ઢગલો જોવા નહીં મળે, 68% કચરાનું રિસાઇકલિંગ થાય છે

Ljubljana is the first European capital to commit to going zero waste

  • વર્ષ 2025 સુધીમાં 75% કચરો રિસાઇકલ થઈ જાય તે માટે સ્લોવેનિયા દેશ હાલ પ્રયત્નો કરી રહ્યો છે
  • કચરાનાં યોગ્ય મેનેજમેન્ટને લીધે દેશમાં ક્યાંય ગંદકી પણ જોવા  મળતી નથી

divyabhaskar.com

May 26, 2019, 10:46 AM IST

અજબ-ગજબ ડેસ્ક: દુનિયાભરમાં સ્લોવેનિયા દેશનું લુબલિઆના શહેર ઝીરો વેસ્ટ માટે પ્રખ્યાત છે. અહીં કચરો ફેંકાતો નથી, પણ તેને ફરી વખત ઉપયોગમાં લેવાઈ છે. કચરાને ભેગો કરવા માટે સ્પેશિયલ સિસ્ટમ બનાવી છે. રસ્તા પર કોઈ વ્યક્તિ કચરો ફેંકે નહીં તે માટે અમુક અંતરે કન્ટેનર પણ મૂક્યાં છે. આજની તારીખમાં દેશમાં કુલ 68% કચરાનું રિસાઇકલિંગ થાય છે

કચરો તમારી જગ્યા રોકે છે

દેશની વેસ્ટ મેનેજમેન્ટ કંપની વોકા સ્નેગાની કર્મચારી કહે છે કે., 15 વર્ષ પહેલાં કચરાને રિસાઇકલ કરવાના પ્રસ્તાવને સરકારે ફગાવી દીધો હતો, પરંતુ આજે સમય સાથે ઘણું બધું બદલાઈ ગયું છે. કચરો માત્ર તમારી જગ્યા રોકે છે તેટલું જ નહીં, પણ તમારા સંસાધનોને પણ નષ્ટ કરે છે.

લુબલિઆના શહેર

વર્ષ 2002માં લુબલિઆના શહેરના સ્થાનિક પ્રશાસને નકામાં કાગળ અને કાંચ જેવી વસ્તુઓને ભેગી કરવા અંતે રસ્તા પર સ્ટીલના કન્ટેનર મૂક્યાં હતાં. ચાર વર્ષ બાદ એટલે કે 2006માં કર્મચારીઓએ પ્રાકૃતિક રીતે નષ્ટ થઈ જાય તેવો કચરો ભેગો કરવાનો શરુ કર્યો. આવનારા સમયમાં યુરોપના બાકીના દેશોમાં પણ બાયોવેસ્ટને દરેક ઘરે જઈને એકત્રિત કરવાનું કામ અનિવાર્ય કરી દેવામાં આવશે. આ કામ લુબલિઆના શહેરમાં આશરે બે દશકા પહેલાં શરૂ થઈ ગયું છે.

વર્ષ 2025 સુધીમાં 75% કચરો રિસાઇકલ થશે

વર્ષ 2008માં લુબલિઆના શહેરનો કુલ 29.3% કચરો જ રિસાઇકલ કરવામાં આવતો હતો, જે રિસાઈકલિંગ વર્ષ 2019માં વધીને 68% થઇ ગયું. કચરાને રિસાઇકલ કરવા બાબતે લુબલિઆના યુરોપનું મુખ્ય કેપિટલ શહેર છે. હાલ આ શહેરમાં દુનિયાના સૌથી સારા એવા રિસાઈકલિંગ પ્લાન્ટ લગાવ્યા છે. વર્ષ 2025 સુધીમાં 75% કચરો રિસાઇકલ થઈ જાય તે માટે સ્લોવેનિયા દેશ હાલ પ્રયત્નો કરી રહ્યો છે.

બાયોવેસ્ટ

સ્લોવેનિયામાં ઘરમાંથી નીકળતા કચરામાંથી વીજળી અને પ્રાકૃતિક ગેસ તૈયાર થાય છે. આ પ્રોસેસ બાદ જે બાયોવેસ્ટ વધે છે તેનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવે છે. હાલ લુબલિઆના શહેરમાં કચરો એકત્રિત કરવા માટે 2 સેન્ટર કાર્યરત છે. ભવિષ્યમાં બીજા 3 સેન્ટર શહેરમાં બનશે. ઘરના કચરાને સ્થાનિકો ભીનો અને સૂકો એમ અલગ કરીને આપે છે. સ્થાનિકોના સાથને રીતે રિસાઇકલ કરવાનું કામ સરળ થઈ જાય છે.

જગ્યાની અછત

સ્લોવેનિયા દેશમાં જગ્યાની ખૂબ અછત છે. વેસ્ટ મેનેજમેન્ટ કંપનીએ જમીનની અંદર કચરો નાખવા માટે 67 યુનિટ કન્ટેનર લગાવ્યા છે. આ કન્ટેનર ખોલવા માટે સ્થાનિકોને સ્પેશિયલ કાર્ડ આપવામાં આવ્યું છે. સ્લોવેનિયા એક ઐતિહાસિક દેશ છે, જેને લીધે પ્રવાસીઓની અવર-જવર પણ ચાલુ જ રહે છે. કચરાનાં યોગ્ય મેનેજમેન્ટને લીધે દેશમાં ક્યાંય ગંદકી પણ જોવા મળતી નથી.

X
Ljubljana is the first European capital to commit to going zero waste
Ljubljana is the first European capital to commit to going zero waste
Ljubljana is the first European capital to commit to going zero waste
Ljubljana is the first European capital to commit to going zero waste
Ljubljana is the first European capital to commit to going zero waste
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી